મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં એસસીસી-એચએસસીના વિદ્યાર્થીઓ માટે પ્રિ બોર્ડ એક્ઝામ યોજાઇ


SHARE





મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં એસસીસી-એચએસસીના વિદ્યાર્થીઓ માટે પ્રિ બોર્ડ એક્ઝામ યોજાઇ

મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ એસસીસી અને એચએસસી પરીક્ષાનુ આયોજન કરવામા આવેલ હતુ. જેમાં મોરબી શહેર તથા આજુબાજુના ગ્રામ વિસ્તારની મોટા ભાગની સ્કુલના વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરી બહોળી સંખ્યામા હાજર રહ્યા હતા. આ પરીક્ષાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીમાં રહેલ બોર્ડ પરીક્ષાનો ડર દુર કરવાનો હતો સાથે સાથે પરીક્ષામાં ઉતરવહી, રસીદ, બારકોડ, બેઠક વ્યવસ્થા વગેરે બાબતે રહેલ મુંઝવણ દુર થાય અને વર્ષ દરમ્યાન કરેલ મહેનતનુ ધારેલ પરીણામ મેળવી શકે છે ત્યારે વિદ્યાર્થીઓને કંકુ ચાંદલો તથા મોં મીઠુ કરી સાચી પરિક્ષાની જેમ જ સ્વાગત કરીને આવકારવામાં આવ્યા હતા અને બોર્ડની પધ્ધતિથી આબેહુબ પરીક્ષા લેવામા આવેલ, વિદ્યાર્થીઓને મુંઝવતા તમામ પ્રશ્નોના પેપર દરમ્યાન સોલ્વ કરવામા આવેલ, બોર્ડની પરીક્ષા જેમ જ શાંતિપૂર્ણ રીતે આ પરીક્ષા સંપન્ન કરવામાં આવી હતી આ પ્રિ પરીક્ષાનો અનુભવ  બોર્ડની  પરીક્ષામાં  કેટલો ફાયદા કારક નિવડશે તે વિદ્યાર્થીએ પોતાના અનુભવ દ્રારા રજુ કર્યો હતો અને તમામ વિદ્યાર્થીઓએ એક ઉમદા અનુભવ લઇ બોર્ડ પરીક્ષામાં સફળ નિવડે તેવી શાળાના આચાર્ય અને સ્ટાફ દ્વારા શુભકામના આપવામાં આવી હતી 




Latest News