મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં જયસુખભાઈ પટેલે વચગાળાની જામીન માટે મૂકી અરજી


SHARE







મોરબીના ઝૂલતા પુલ કેસમાં જયસુખભાઈ પટેલે વચગાળાની જામીન માટે મૂકી અરજી

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે ૧૦ આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરેલ છે અને તે ૧૦ પૈકીનાં અજંતા ઓરેવાના એમડી જયસુખભાઈ પટેલે દ્વારા મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાંથી વચ્ચગાળાના જામીન મેળવવા માટે અરજી કરી છે જેની સુનાવણી આગામી તા. ૪ માર્ચના રોજ હાથ ધરશે

મોરબીમાં ગત ૧૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેના લીધે ૧૩૫ લોકોમાં મોત થાય હતા જેથી કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે ગુનો નોંધીને અત્યાર સુધીમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડવામાં આવેલ છે અને તે તમામ આરોપીઓ હાલમાં મોરબીની સબ જેલમાં છે ત્યારે મોરબીની પુલ દુર્ઘટનામાં પકડાયેલ આરોપીમાંથી ઓરેવા કંપનીના જયસુખભાઈ પટેલ દ્વારા વચ્ચગાળાના જામીન માટે મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં તેના વકીલ મારફતે અરજી મૂકવામાં આવી છે. જેમાં હાઇકોર્ટમાં ચાલી રહેલ રિટ પીટીશન અંતર્ગત જે વળતર ચૂકવવા માટે સૂચના આપવામાં આવી છે તેના બેન્કિંગ કામ માટે તેઓને વચ્ચગાળાના જામીનની અરજી કરેલ છે અને આ અરજીની આગામી સુનાવણી તા. ૪ માર્ચના રોજ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે






Latest News