હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન પાસે ઈંટના ભઠ્ઠામાં કામ માંગવા ગયેલા અજાણ્યા યુવાનને મળ્યું મોત: બે શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધાયો, આરોપીઓ હાથવેંતમાં


SHARE







મોરબીના ખોખરા હનુમાન પાસે ઈંટના ભઠ્ઠામાં કામ માંગવા ગયેલા અજાણ્યા યુવાનને મળ્યું મોત: બે શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધાયો, આરોપીઓ હાથવેંતમાં

મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાન જતા રસ્તા ઉપર ઇંટોના ભઠ્ઠા પાસેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું જેમાં તેને બોથળ પદાર્થ મારીને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં ઈંટના ભઠ્ઠા વાળાની ફરિયાદ લઈને તેના જ બે માણસોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.અજાણ્યો યુવાન ઇંતુના ભાઠા માં કામ માંગવા માટે ગયો હતો અને મોત મળ્યું હતું. અને ગુનો નોધાતા આરોપી પોલિસના હાથવેંતમાં જ હોવાનું જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ માળિયા તાલુકાના વેજલપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વિદ્યુતનગરમાં રહેતા અને જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર ઈંટોનો ભઠ્ઠો ધરાવતા વિજયભાઈ ઉર્ફે મુન્નો ધીરુભાઈ સાંતલપરા જાતે કોળી (૩૫)એ અશોકભાઈ સુખાભાઈ કોળી રહે. સુલતાનપુર અને જીતેશભાઈ સીતાપરા જાતે કોળી રહે. થાન વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવી છે કે ચાર દિવસ પહેલા બપોરના ૧૨ વાગ્યાના સમયે અજાણ્યો ૪૦ વર્ષનો યુવાન તેના ઈંટના ભઠ્ઠે આવ્યો હતો અને ત્યાં ભઠ્ઠામાં કામ કરતા અશોકભાઈ અને જીતેશભાઈને કહ્યું હતું કે “ઈંટના ભઠ્ઠામાં મને મજૂરી કામે કેમ રાખતા નથી” ત્યારે બાદ તેને ઝઘડો શરૂ કર્યો હતો અને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં આરોપીઓએ અજાણ્યા યુવાનને પાવડાના હાથા વડે આડેધડ માર્યો હતો જેથી તેનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારબાદ તેની લાશને ખોખરા હનુમાન વાળા રસ્તા ઉપર નાખી આવ્યા હતા જેથી હત્યાના આ બનાવમાં વિજયભાઈ સાંતલપરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આરોપીઓ હાથવેંતમાં જ હોવાનું જાણવા મળેલ છે.

૫૦૦ લિટર આથો
મોરબીના લીલાપર રોડ ઉપર રામદેવપીરના મંદિરની પાછળથી પસાર થતાં વોકડાના કાંઠે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૫૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી કાળુભાઈ હકાભાઇ ઝીંઝવાડીયા જાતે કોળી (૧૯) રહે. ડેડકદર તાલુકો પડધરી હાલ લીલાપર ચોકડી વેબ્રિજની પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઈ દેગામા રહે. લીલાપર વાળાનું નામ સામે આવતા તેને પકડવા તજવીજ શરૂ કરી છે

૧૦૦ લિટર દારૂ
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સાયન્ટિફિક રોડ ઉપર રહેણાંક મકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ૧૦૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ૨૦૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીન મહિલા બુટલેગર રૂકશાનાબેન ઉસ્માનભાઈ જુણેજા રહે કાલિકા પ્લોટ  મોરબી વાળીની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News