મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં રંગોત્સવની ઉજવણી કરાઇ


SHARE





મોરબીની સબ જેલમાં રંગોત્સવની ઉજવણી કરાઇ

હોળી હિન્દુ ધર્મના સૌથી મુખ્ય તહેવારોમાંથી એક છે. પૌરાણિક કથા મુજબભક્ત પ્રહલાદની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લઇને જ્યારે હિરણ્યકશીપુનો વધ કર્યો હતો ત્યારથી આ તહેવારને ઊજવવાની પરંપરા ચાલી રહી છે.જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે હોળીનાં બીજા દિવસે ધુળેટી  મનાવાય છે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે આ પાવન પર્વ પર જેલમાં રહેલા અંતેવાસીઓ તેઓના પરિવારથી દુર હોય જેથી માનસિક તણાવ ન ઉદભવે તેમજ ભાઇચારાની ભાવના રહે તે હેતુસર  મોરબી સબ જેલમાં ધુળેટીના તહેવારનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી સબ જેલના અધિક્ષક ડી.એમ.ગોહેલ, ઇ.ચા.જેલર પી.એમ.ચાવડા સહિતનો સ્ટાફ તેમજ જેલમાં રહેલા અલગ-અલગ ધર્મના તમામ બંદિવાનો દ્રારા રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી




Latest News