મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

ટંકારાના જીવાપર ગામેથી હોળી ધૂળેટીમાં વતનમાં ગયેલ માતા સાથે જવાની ના કહેતા ૧૬ વર્ષના બાળકે...


SHARE





ટંકારાના જીવાપર ગામેથી હોળી ધૂળેટીમાં વતનમાં ગયેલ માતા સાથે જવાની ના કહેતા ૧૬ વર્ષના બાળકે...
ટંકારા તાલુકાના જીવાપર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરીકામ કરતાં યુવાનની પત્ની હોળી ધૂળેટીના પર્વમાં તેના વતનમાં ગઈ હતી અને તેના એકના એક દીકરાને તેની સાથે જવું હતું પરંતુ શાળા ચાલુ હોવાથી તેને જવા દીધો ન હોય તેને લાગી આવ્યું હતું જેથી કરીને તે બાળકે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ હતો જેથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને મૃતક બાળકના પિતાએ જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જીવાપર ગામની સીમમાં કેશુભાઈ પચોડીયાની વાડીએ રહીને મજૂરી કામ કરતા ધારજીભાઈ સાબુરભાઈ તલાટ (૪૫) ના દીકરા અશ્વિન ધારજીભાઈ તલાટ (૧૬) એ નદીના કાંઠે નવા હનુમાનજી મંદિરની સામે લીમડાના ઝાડની ડાળી સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક બાળકના પિતા ધારજીભાઈ તલાટ દ્વારા આ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક બાળકના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આઈ.ટી. જામ ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ધારજીભાઈ તલાટને ત્રણ દીકરી અને એક દીકરો હતા અને તેની પત્ની હોળી ધૂળેટીના તહેવાર ઉપર વતનમાં ગઈ છે તેની સાથે અશ્વિનને વતનમાં જવું હતું જોકે શાળા ચાલુ હોવાથી ધારજીભાઈ તલાટે તેને જવાની ના કહેતા અશ્વિનને મનોમન લાગી આવ્યું હતું અને તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે આમ વતનમાં જવાની ના કહેતા એકના એક દીકરાએ આપઘાત કરી લેતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે.

વૃદ્ધા-યુવાન સારવારમાં
હળવદ તાલુકાના મંગળપુર ગામના રહેવાસી રેવીબેન જયભાઈ કાંકરેચા નામના ૫૪ વર્ષીય મહિલા માલણીયાદના પાટિયા પાસેથી બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થતા ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે મફતપરા વિસ્તારમાં રહેતા હરેશ પ્રવીણભાઈ માલણીયાત નામના ૧૯ વર્ષેના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.હોસ્પિટલ દ્વારા તેની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News