મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વવાણિયામાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર ભુવનની સુવિધા બાબતે પ્રશ્ન કરતાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા


SHARE





માળીયા (મી)ના વવાણિયામાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર ભુવનની સુવિધા બાબતે પ્રશ્ન કરતાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

માળીયા (મી)ના વવાણિયામાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર ભુવનને પ્રવાસનમાં લેવામાં આવેલ છે અને તેના વિકાસ માટે ગ્રાન્ટ પણ આપવામાં આવી છે ત્યારે સુવિખ્યાત તીર્થધામ શ્રીમદ્ રાજચંદ્ર ભુવન વવાણીયા મુકામે આવતા મુમુક્ષુઓ, શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવા માટે જુદાજુદા કામ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે ત્યાં આવતા લોકોની ચિંતા કરીને મોરબી ધારાસભ્યએ ગુજરાત વિધાનસભામાં આ અંગે પ્રશ્ન પૂછ્યો હતો.

માળીયા (મી)ના વવાણિયામાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર ભુવન ખાતે સુવિધાઓ વધારવા માટેના જુદાજુદા કામ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ બાબતે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા વિધાનસભામાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો જેના જવાબમાં પ્રવાસન મંત્રીએ જણાવેલ હતું કે તા. ૩૧/૧૨/૨૨ ની સ્થિતિએ મોરબી જિલ્લાના શ્રીમદ્ રાજચંદ્ર ભુવન વવાણીયામાં આવતા પ્રવાસીઓ માટે આશરે ૮૦૧.૧૧ લાખના ખર્ચે સત્સંગ હોલ, ભોજનાલય, રસોઈ ઘર, કમ્પાઉન્ડ વોલ, સિક્યુરિટી કેબિન, મેઈન ગેઇટ, લેન્ડરસ્કેપિંગ અને ટોઇલેટ બ્લોક તમામ સુવિધાઓ ઉભી કરવા માટેની કામગીરી હાથ ધરાયેલ છે




Latest News