વાંકાનેરના જીનપરામાં બંધ મકાનમાથી રોકડ-દાગીના મળીને ૯૬૦૦૦ના મુદામાલની ચોરી
હળવદના ચરાડવામાં સાસુ-નણંદ કામ બાબતે રોકા ટોક કરતા પરિણીતાએ ફિનાઇલ પીધું
SHARE
હળવદના ચરાડવામાં સાસુ-નણંદ કામ બાબતે રોકા ટોક કરતા પરિણીતાએ ફિનાઇલ પીધું
હળવદ તાલુકાનાં ચરાડવા ગામના આંબેડકરનગરમાં રહેતી પરિણીતાને ઘર કામ બાબતે તેના સાસુ અને નણંદ અવારનવાર રોકા ટોક કરતા હોવાથી લાગી આવતા પરિણીતાએ ફીનાઇલ પી લીધુ હતુ જેથી તેને પ્રથમ ચરાડવા અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવી હતી અને હાલમાં આ બનાવની પોલીસે નોંધ કરીને આગળ રહેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ચરાડવા ગામે આંબેડકરનગરમાં રહેતા ભરતભાઇ સોલંકીના પત્ની વિજયાબેન (ઉંમર વર્ષ ૨૨) એ ગઈકાલે સવારના પોણા આઠ વાગ્યાના અરસામાં પોતાના ઘરે ફીનાઇલ પી ગયા હતા જેથી કરીને તેને પ્રથમ સારવાર ચરાડવામાં અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેણે પોલીસને નિવેદનમાં જણાવ્યું હતું કે તેને ઘરકામ બાબતે અવારનવાર તેના સાસુ અને નણંદ રોકતા અને ટોકતા હતા જે બાબતે લાગી આવતા તેણે પોતાની જાતે ફીનાઇલ પી લીધું હતું હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે
ફીનાઇલ પીધુ
મોરબી શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસે રહેતા તૌફીકશા શાહમદારના પત્ની શબનમબેન (ઉમર વર્ષ ૨૫) એ કોઈ કારણોસર પોતાના ઘરે ફીનાઇલ પી ગયા હતા માટે તેને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ શબનમબેનનો લગ્નગાળો સાત વર્ષનો છે અને તેને કયા કારણોસર ફીનાઇલ પીધુ હતું તે દિશામાં હાલમાં પોલીસ તપાસ કરી રહી છે