મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠકમાં રજૂ કરાયા


SHARE

















મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠકમાં રજૂ કરાયા

અમદાવાદમાં ડો.હેડગેવાર ભવન ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પ્રાંત કારોબારી બેઠક મળી હતી જેમાં મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના ૩૨ જેટલા પ્રશ્નો મોરબી જિલ્લાના પ્રમુખ દિનેશભાઈ વડસોલા, મંત્રી કિરણભાઈ કાચરોલા, હિતેશભાઈ ગોપાણી, પ્રદીપભાઈ કુવાડિયા, હિતેશભાઈ પાંચોટીયા, તેમજ રાજુભાઈ ગોહિલ વગેરેએ કારોબારીમાં હાજર આપીને રજૂ કર્યા હતા ત્યારે શીર્ષ નેતૃત્વ દ્વારા પ્રશ્નોના ઉકેલ માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરવા માટે  પ્રાંત અધ્યક્ષ ભીખાભાઈ પટેલ અને મહામંત્રી રતુભાઈ ગોળે ખાત્રી આપી હતી

મોરબી જિલ્લાના પ્રમુખ દિનેશભાઈ વડસોલાની આગેવાનીમાં જે પ્રશ્નોને રજૂ કરવામાં આવ્યા હતા તેમાં જૂની પેન્શન યોજના ચાલુ કરવીવિદ્યા સહાયકોને આપેલ ખાસ રજા SPL બાબત, બોન્ડ વાળા શિક્ષકોના બોન્ડ રિમુવ કરવા, સાતમા પગાર પંચ મુજબ તમામ ભથ્થાઓ મંજુર કરવા, આંતરિક,તાલુકા - જિલ્લાફેર બદલી થયેલ શિક્ષકોને 100 % છુટા કરવા, નવ રચિત જિલ્લાના જી.પી. એફ.એકાઉન્ટ જે તે જિલ્લામાં જ ઓપન કરી ટ્રાન્સફર કરવા, શાળા કક્ષાએ સફાઈ કામદાર રાખેલ છે પણ છેલ્લા બે વર્ષથી શાળા સ્વચ્છતાની ગ્રાન્ટ મળતી નથી એ મંજૂર કરાવવી, એકમ કસોટીના પેપર ઝેરોક્ષ તેમજ જુરૂરી સાહિત્યપાઠ્યપુસ્તકોની હેરફેર વગેરે માટે ખુબજ ખર્ચ થાય છે પણ છેલ્લા બે વર્ષથી કન્ટીજન્સી ગ્રાન્ટ મળતી  નથી એ મંજુર કરાવવી, HTAT આચાર્યોને એક વધુ ઈજાફો મંજુર કરાવવો, HTAT આચાર્યોના ઉ.પ.ધો. મંજુર કરાવવા, HTAT આચાર્યને કે.નિ. શિક્ષણની બઢતી કે ચાર્જ માટે સિદ્ધિ ભરતીવાળા માટે હુકમની તારીખ,મેરીટ જોવું અને બઢતી વાળાને ખાતામાં દાખલ તારીખ ધ્યાને લેવી, કે.ની.ટી.પી.ઈ.ઓ.જેવી વર્ગ - ૨ ની સ્પર્ધાત્મક અને ખાતાકીય પરીક્ષામાં લાયકાત ધરાવતા પ્રાથમિક શિક્ષકોમુખ્ય શિક્ષકોને પરીક્ષામાં બેસવા દેવા અને ભરતી માટે યોગ્ય ગણવા, ઉ.પ.ધો. માટે SAS પોર્ટલ કે અન્ય ઓનલાઈન સિસ્ટમ દ્વારા ઓનલાઈન મંજુર કરાવવા, તાલુકા-જિલ્લા પંચાયતની શિક્ષણ શાખાઓમાં કારકુનની નિમણુંક કરી વર્ષોથી શિક્ષણના ભોગે કામ કરતા શિક્ષકોને મુક્ત કરાવવા, સી.આર.સી. બી.આર.સી. ભરતીમાં ધો.થી માં કામ કરતા ગણિત - વિજ્ઞાન શિક્ષકો તેમજ HTAT આચાર્યોને છૂટ આપવ, પ્રાથમિક શાળાઓમાં જુદા જુદા કાર્યક્રમો માટે અનેક પ્રકારની મોબાઈલ એપના બદલે એક જ એપ જ રાખવીHTAT માટે બદલી કેમ્પનું આયોજન કરવામાં આવે તે સહિતના પ્રશ્નોનો સમાવેશ થાય છે




Latest News