મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર નજીક બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત


SHARE





મોરબીના રાજપર નજીક બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત

મોરબીના રાજપરથી નસીતપર ગામ તરફ જવાના રસ્તા ઉપર તળાવ પાસે બાઈક સ્લીપ થઈ ગયુ હતું જેથી કરીને બાઈક લઈને જઈ રહેલા યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું હાલમાં મૃતક યુવાનના પત્નીની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજપરના રહેવાસી અને હાલમાં મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ અમી પેલેસની બાજુમાં ઓશો ટાવર ફ્લેટ નં-૬૦૩ માં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે મુન્નો બાબુભાઈ સનારીયા જાતે પટેલ (ઉમર ૪૫) પોતાનું બાઈક નં. જીજે ૩૬ એબી ૬૪૫૧ લઈને મોરબી નજીકના નસીતપર ગામે ગયા હતા અને નસીતપર ગામેથી પોતાનું કામ પૂરું કરીને તેઓ પોતાના ઘર તરફ પાછા આવી રહ્યા હતા ત્યારે રાજપર અને નસીતપર ગામ વચ્ચે આવેલ તળાવ પાસે તેઓનું બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને મહેન્દ્રભાઈને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક મહેન્દ્રભાઈના પત્ની મનિષાબેન મહેન્દ્રભાઈ સનારીયા (ઉમર ૪૬) ની ફરિયાદ લઈને પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબી નજીકના નાનીવાવડી ગામે રહેતા વૃદ્ધા પગપાળા રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેમને હડફેટ લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.મોરબીની મધુરમ હોસ્પિટલ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે નાની વાવડી ગામના રહેવાસી દૂધીબેન રામજીભાઈ પડસુંબીયા નામના ૭૩ વર્ષના વૃદ્ધાને વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે લાવવામાં આવેલા છે તેઓ પગપાળા જતા હતા ત્યારે ગામમાં આવેલા માતાજીના મંદિર પાસે અજાણ્યા બાઈક ચાલકે તેઓને હડફેટ લેતા ઇજાઓ થતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા છે હાલ બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.



Latest News