મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીની કેરાળા શાળાનો PSE પરીક્ષામાં ડંકો: ૧૦૦% વિદ્યાર્થીઓ પાસ


SHARE





મોરબીની કેરાળા શાળાનો PSE પરીક્ષામાં ડંકો: ૧૦૦% વિદ્યાર્થીઓ પાસ

મોરબી તાલુકાની કેરાળા(હ.) પ્રા. શાળા વર્ષો વર્ષ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પરીક્ષા, NMMS, PSE જેવી પરીક્ષાઓમાં ઉત્તમ પરિણામ આપવામાં અગ્રેસર હોય છે. ત્યારે આ વર્ષ ૨૦૨૨/૨૩માં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ PSE સ્કોલરશીપ પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓ ખુબ જ ઉત્તમ ગુણ સાથે પાસ થતા શ્રી કેરાળા(હ.) પ્રા. શાળાની સફળતામાં એક વધુ મોરપીંછ ઉમેરાયું છે. અને ઉત્તમ ગુણ સાથે જે વિદ્યાર્થીઓ પાસ થાય છે તેમાં ઝાલા પુષ્પરાજસિંહ ઇન્દ્રજીતસિંહ, ઝાલા કિર્તીરાજસિંહ નરેન્દ્રસિંહ, ઝાલા ધર્મરાજસિંહ જીતેન્દ્રસિંહ, ઝાલા ધર્મિષ્ઠાબા જીતેન્દ્રસિંહ અને ગોસ્વામી અક્ષી શિતલગીરીનો સમાવેશ થાય છે જેથી કરીને ધો. ૬  વર્ગશિક્ષક અને  સામાજિક વિજ્ઞાનના શિક્ષક ભરતભાઈ બોપલીયા, ગણિત-વિજ્ઞાનના શિક્ષક અંકિતભાઈ જોષી, ભાષા શિક્ષક  વિષ્ણુભાઈ પટેલે વિદ્યાર્થીઓને ઉત્તમ ગુણ સાથે ઉતીર્ણ થવા બદલ ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા. અને શાળાના પ્રિન્સીપાલ કિશોરભાઈ ફેફર તેમજ સીનીયર શિક્ષક મધુબેન સરડવાએ પણ વિદ્યાર્થીઓને ગુલાબ આપી પ્રોત્સાહિત કર્યા હતા.




Latest News