મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામ નજીક કેનાલમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ તપાસ શરૂ


SHARE















મોરબીના ઘુંટુ ગામ નજીક કેનાલમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ તપાસ શરૂ

મોરબી હળવદ રોડ ઉપર આવેલ ઘુંટુ ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી ત્રણેક દિવસ જૂની કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનની લાશ મળી આવી હોય ગામના સરપંચ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને તાલુકા પોલીસ દ્વારા અજાણ્યા મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામના સરપંચ દેવજીભાઈ પરેચા દ્વારા ફોન કરીને મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે, ઘુંટુ ગામથી ઉંચી માંડલ તરફ જતા રસ્તે આવેલ કેનાલની અંદર એક અજાણ્યા આશરે ૩૦ થી ૩૫ વર્ષના યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ પડેલ છે જેથી બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મેથકના જે.પી.વસીયાણીએ સ્થળ ઉપર પહોંચીને મૃતદેહનું પંચનામું કર્યા બાદ લાશ કોહવાઈ ગયેલી હાલતમાં હોય હાલ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ કેનાલમાંથી આશરે પાંત્રીસેક વર્ષના યુવાનનો મૃતદેહ મલી આવ્યો હતો જેણે બ્લુ કલરનું જીન્સનું પેન્ટ તેમજ કાળા કલરનો શર્ટ પહેરેલ હોય અને એક હાથમાં 'દિલ' જ્યારે બીજા હાથમાં 'ઓમ' ત્રોફાવેલ છે.આશરે બે થી ત્રણ દિવસ અગાઉ યુવાનનું મોત થયું હોય મૃતદેહ કોહવાઈ ગયેલ હોવાથી રાજકોટ ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવેલ છે હાલ મૃતક યુવાનની ઓળખ થઈ શકેલ ન હોય યુવાનની ઓળખ મેળવવા અને તેના વાલી વારસની શોધ કરવા તાલુકા પોલીસ મથકના જે.પી.વસિયાણીએ તજવીજ હાથ ધરી છે આ બાબતે જો કોઈને કોઈ માહિતી હોય તો મોરબી તાલુકા પોલીસ મથકના ફોન નંબર (૦૨૮૨૨) ૨૪૨૫૯૨ અથવા તપાસ અધિકારી જે.પી.પટેલના મોબાઈલ ફોન નંબર ૯૮૨૫૫ ૮૫૪૮૭ ઉપર માહિતી આપવા જણાવવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સાનિધ્ય પાર્ક સોસાયટીના રાજ પેલેસમાં ફ્લેટ નંબર ૨૦૩ માં રહેતા ભરતભાઈ હરજીભાઈ પટેલ નામના ૫૬ વર્ષીય આધેડ બાઈકના પાછળના ભાગે બેસીને હળવદ રોડ ઉપરથી જતા હતા ત્યારે હળવદ નજીકના માથક ગામ પાસે તેઓનું બાઈક અકસ્માતે ત્યાં સ્લીપ થઈ જતા ઇજા પામેલા ભરતભાઈ પટેલને મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી બનાવ અંગે બી ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવેલી હોય હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક આવેલ કાંતિનગર વિસ્તારમાં રહેતા આશિક ઈકબાલ પઠાણ નામના યુવાને નવલખી રોડ ઉપર વાહન અકસ્માતના બનાવવામાં ઇજાશા આયુષ હોસ્પિટલે સારવારમાં હતો નવલખી રોડ ઉપરથી બાઈક લઈને જતાં સમયે બાઇક થઈ જતા બીજા થતા તેને સારવાર હોવાનું જાણવા મળેલ છે હાલ બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ નેતા દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરાઈ છે.






Latest News