મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉ ગાળો બોલવાની ના કહેનારા યુવાનને છરીના આડેધડ ઘા ઝીકયા: બે સામે ફરિયાદ


SHARE





મોરબીમાં અગાઉ ગાળો બોલવાની ના કહેનારા યુવાનને છરીના આડેધડ ઘા ઝીકયા: બે સામે ફરિયાદ

મોરબીમાં સર્કિટ હાઉસ પાસે રહેતા યુવાને અગાઉ ગાળો બોલવાની ના પાડી હતી જે વાતનું મન દુઃખ રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને પેટ, પડખા, માથા અને હાથમાં ઇજા થઈ હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાધરવા ગામના રહેવાસી અને હાલમાં મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસની સામેના ભાગમાં આવેલ વિદ્યુતનગર સોસાયટીમાં રહેતા અને જીઆરડીમાં નોકરી કરતા યોગેન્દ્રસિંહ હરદેવસિંહ જાડેજા જાતે દરબાર (૨૯) એ યુવરાજસિંહ વિક્રમસિંહ ગોહિલ રહે. હરીપાર્ક તથા તેની સાથે રહેલા અન્ય એક અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, એકાદ મહિના પહેલા યુવરાજસિંહ તેઓની શેરીમાં ગાળો બોલતો હતો ત્યારે ગાળો બોલવાની ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને યુવરાજસિંહ અને તેની સાથે રહેલા અન્ય એક શખ્સે ફરિયાદીને ગાળો આપી હતી અને ત્યારે યુવરાજસિંહ ગોહિલે છરી વડે ફરિયાદીને પેટ, પીઠ, માથા અને હાથના ભાગે ઘા ઝીકયા હતા અને ઇજા કરી હતી અને અન્ય અજાણ્યા શખ્સે ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઈજા પામેલા યોગેન્દ્રસિંહે સારવાર લીધા બાદ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના મકનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતો જનક શામજીભાઈ રાણવા (૧૪) નામનો બાળક બાઇકમાં બેસીને પોતાના ઘર નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઈજા પામેલા બાળકને સારવાર માટે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ મણીભાઈ ગામેતી ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
ટંકારા નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પ્રિયાબેન હિતેશભાઈ મિયાત્રા (૨૬) ને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત મહિલાને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીમાં રહેતા અલીભાઈ ઓસમાણભાઈ સંઘી (૭૩) પોતાના ઘરેથી બસ સ્ટેશન બાજુ જઈ રહ્યા હતા ત્યારે સાયકલમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News