મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીમાં નવી સગાઈ થયેલ હોય યુવાન સાસરે જતા મોટાભાઈએ ઠપકો દેતાં દવા પી ગયેલ યુવાન સારવારમાં


SHARE

















મોરબીમાં નવી સગાઈ થયેલ હોય યુવાન સાસરે જતા મોટાભાઈએ ઠપકો દેતાં દવા પી ગયેલ યુવાન સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગર વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતા યુવાને ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે ખસેડાયો હતો.જાણવા મળતી વિગતો મુજબ થોડા સમય પહેલા જ યુવાનની સગાઈ થઈ હોય અને તે પોતાના સાસરિયે ગયો હોય તે બાબતને લઈને તેના મોટા ભાઇએ તેને સામાન્ય ઠપકો આપ્યો હતો તે વાતનું મનમાં લાગી આવતા યુવાને દવા પી લેતાં તેને સારવારમાં ખસેડાયો છે અને હાલ બેભાન હાલતમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર શેરી નંબર-૧ માં રહેતો અને મજૂરી કામ કરતો સમસુદિન મહેબુબભાઇ પઠાણ નામનો ૨૦ વર્ષનો યુવાન કોઈ અજાણ્યા ટીકડા ખાઇ જતાં તેને મોઢામાંથી ફીણ આવવા લાગતા અને બેભાન થઈને નીચે ઢળી પડતાં તેને તાત્કાલિક આયુષ હોસ્પીટલ ખાતે સારવારમાં લઈ જવાયો હતો.ત્યાંથી પોલીસને બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના પી.જે.પરમારે તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યું હતું કે સમસુદિનભાઈ પઠાણની થોડા સમય પહેલા જ સુરેન્દ્રનગર ખાતે સગાઈ થયેલ છે અને તે તાજેતરમાં પોતાના સાસરે ગયો હતો. તે વાતને લઈને તેના મોટાભાઇએ કહ્યું હતું કે હમણાં જ સગપણ થયું હોય વારંવાર સાસરે ન જવું જોઈએ તે વાતનું મનોમન લાગી આવતા સમસુદ્દીનભાઈએ ઉપરોકત પગલું ભરી લીધું હોય હાલ તે બેભાન હાલતમાં આયુષ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.

ચોરીના ગુનામાં ધરપકડ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોસાયટીમાં કબાટની ચાવી બનાવવાના બહાને બે ઈસમો ઘરમાં ઘૂસ્યા હતા અને બાદમાં ધ્યાન ચૂકવીને કબાટમાં રહેલ રોકડા ૨.૭૦ લાખની ચોરી કરી હતી જે અંગે ફરિયાદ નોંધાતા અગાઉ એકની ધરપકડ થયા બાદ વધુ એકની ગઇકાલે ધરપકડ કરાયેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ વી.આર.શુકલ પાસેથી મળતી માહિતી મુજબ શહેરના વાવડી રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી બે ઈસમોએ કબાટની ચાવી બનાવવાના બહાને મકાનમાંથી ૨.૭૦ લાખની ચોરી કરી હતી. જે બનાવમાં અગાઉ પ્રધાનસિંગ ઉર્ફે પઠાણસિંગ નામના ચીખલીકર ગેંગના એક ઈસમની ધરપકડ કરવામાં આવી હતી અને એક ઈસમ છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો. દરમિયાનમાં બાતમીના આધારે ગઇકાલે બળવંતસિંગ ઉર્ફે બલવાનસિંગ જોગેનદરસિંગ ખીંચી (ઉમર ૨૫) રહે.ચાકલીયા રોડ સિંગલ ફળિયા દાહોદ વાળાની ઉપરોક્ત ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.

 




Latest News