મોરબીના નીચી માંડલ ગામેથી બાઇક ચોરી કરનાર અમદાવાદની બેલડી બે ચોરાઉ બાઇક સાથે ઝડપાઇ
મોરબીના ચકચારી “મમુદાઢીની હત્યા” કેસમાં ચાર આરોપીની ધરપકડ: રફીક માંડવિયા હાથવેંતમાં
SHARE









મોરબીના ચકચારી “મમુદાઢીની હત્યા” કેસમાં ચાર આરોપીની ધરપકડ: રફીક માંડવિયા હાથવેંતમાં
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે મમુદાઢીની કાર ઉપર અંધાધુધ ફાયરીંગ કરીને મમુદાઢીની હત્યા કરવામાં આવી હતી આ ગુનામાં ૧૩ શખ્સો સામે મૃતકના દીકરાએ ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે શુક્રવારે મોડી સાંજે એ ડિવિઝન પોલીસ દ્વારા ચાર આરોપીની ધરપકડ કરેલ છે જો કે, મુખ્ય સૂત્રધાર રફીક માંડવિયા પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે અંધાધુધ ફાયરીંગ કરીને હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીની હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં મૃતક હનીફભાઇ ઉર્ફે મમુદાઢીના દીકરા મકબુલ મહમદ હનીફ કાસમાણી (૨૫) એ રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફ બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, ઇરફાનભાઇ યારમામદ બ્લોચ, રમીજભાઇ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એઝાજ આમદભાઇ ચાનીયા અને બીજા ચારેક અજાણ્યા શખ્સો આમ કુલ મળીને ૧૩ શખ્સોની સામે તેના પિતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે કુલ મળીને બે કાર તેમજ અકે પિસ્તોલને કબ્જે કરી હતી વધુમાં મોરબી સિટી એ ડિવિઝનના પીઆઇ બી.પી.સોનારાના પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હત્યાના આ ગુનામાં ચાર આરોપી ઇસ્માઇલભાઈ યારમામદ બ્લોચ, ઇમરાનભાઈ યારમામદ બ્લોચ, રિયાઝ રજાક દોસાણી, એઝાઝ આમદ ચાનીયાની ધરપકડ કરી છે અને બાકીના આરોપીઓને ઝડપી લેવા તજવીજ ચાલી રહી છે જો કે, સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક મમુદાઢીને અગાઉ ખાટકીવાસ વિસ્તારમાં રફીક માંડવિયા સાથે માથાકૂટ થઈ હતી જેથી આ હત્યામાં તે મુખ્ય સૂત્રધાર હોવાનું મૃતકના દીકરાએ ફરિયાદમાં નોંધાવ્યૂ છે અને આરોપી રફીકભાઇ રજાકભાઇ માંડવીયા પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે
