મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના ક્રિકેટ કોચની લીજેન્ડ ક્રિકેટ ટ્રોફીના ફિલ્ડીંગ કોચ તરીકે નિમણુક કરાઈ


SHARE





મોરબીના ક્રિકેટ કોચની લીજેન્ડ ક્રિકેટ ટ્રોફીના ફિલ્ડીંગ કોચ તરીકે નિમણુક કરાઈ

મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ના હેડ કોચ તરીકે કાર્યરત નિશાંત જાનીની લીજેંડ ક્રિકેટ ટ્રોફીમાં ફિલ્ડીંગ કોચ તરીકે વરણી કરવામાં આવી છે જેથી હવે તેઓ લીજેંડ ઇન્ટરનેશનલ ક્રિકેટર્સના ફિલ્ડીંગ કોચ બન્યા છે

જેમાં તેઓ વીરેન્દ્ર સેહવાગ, હરભજનસિંહ, રોબીન ઉથપ્પા, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, સુરેશ રૈના, પ્રવીણકુમાર અને પ્રજ્ઞાન ઓઝા તેમજ અન્ય ખેલાડીઓ જ્યાં લીજેન્ડ ક્રિકેટ ટ્રોફી ૨૨ માર્ચથી ૩૦ માર્ચ સુધી રમવાની છે ત્યાં કોચ નિશાંત જાની ફિલ્ડીંગ કોચ તરીકે ભૂમિકા ભજવશે અને લીજેન્ડની ટીમને કોચિંગ આપશે હાલમાં નિશાંત જાની મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ના હેડ કોચ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સીનીયર વિમેન્સ ટીમમાં હેડ બેટિંગ અને ફિલ્ડીંગ કોચ છે અને હવે તેઓ લીજેન્ડ ક્રિકેટ ટ્રોફી ગાઝીયાબાદના વીઆઈપી જવાહરલાલ નેહરુ સ્ટેડીયમમાં ટુર્નામેન્ટ રમાશે જેમાં ૬ ફ્રેન્ચાઈઝી ટીમ છે અને દરરોજ બપોરે ૩ થી સાંજે ૭:૩૦ સુધી મેચ યોજાશે

મોરબીના નિશાંત જાનીની વરણી પટના વોરીયર્સની ટીમમાં ફિલ્ડીંગ કોચ તરીકે થઇ છે જ્યાં તેમના ગુરુ ઉમેશ પટવાલ હેડ કોચ છે અને તેમના સાથી મિત્ર સંતોષ સક્સેના બોલિંગ કોચની ભૂમિકા ભજવશે જેમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ જેવા કે રોબીન ઉથપ્પા, પ્રજ્ઞાન ઓઝા, ફરવેઝ મહારૂફ, મનવિંદર બીસ્લા, ક્રિસ્ટોફર મોફાઉ જેવા જાણીતા ખેલાડીઓનેને માર્ગદર્શન પૂરું પાડશે જે પ્રસંગે મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયાએ નિશાંત જાણીને અભિનંદન પાઠવ્યા છે અને મોરબીનું ક્રિકેટ એક સારા લેવલ પર પહોંચશે તેવી આશા વ્યક્ત કરી છે તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના જયદેવ શાહે નિશાંત જાનીને શુભકામનાઓ આપી છે




Latest News