મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગેરકાયદે ચાલતા કતલખાના બંધ કરાવવા હિન્દુ યુવા વાહિનીની માંગ


SHARE





મોરબી જીલ્લામાં ગેરકાયદે ચાલતા કતલખાના બંધ કરાવવા હિન્દુ યુવા વાહિનીની માંગ

મોરબી હિન્દુ યુવા વાહિની દ્વારા મોરબી જીલ્લામાં ગેરકાયદે ચાલતા કતલખાના અને નોનવેજની લારી તેમજ દુકાનો બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે અને મોરબી હિન્દુ યુવા વાહિની દ્વારા મોરબીના કલેક્ટરને આ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે.

હાલમાં મોરબી હિન્દુ યુવા વાહિની દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેર, તાલુકા અને જિલ્લામાં કોઈપણ મંજૂરી વગર ઘણી જગ્યાએ બેરોકટોક કતલખાના ચાલી રહ્યા છે અને જાહેર રસ્તાઓ પર નોનવેજની લારીઓ અને દુકાનો ચાલુ છે આ મામલે હાઇકોર્ટ દ્વારા પણ કાર્યવાહી કરવાનો આદેશ દેવામાં આવ્યો છે છતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈ કડક અમલવારી કરવામાં આવતી નથી. જેથી જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ રહી છે માટે તંત્ર દ્વારા ગેરકાયદે ચાલતા કતલખાના અને નોનવેજની લારીઓ તેમજ દુકાનોને બંધ કરાવવા માટે નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે 




Latest News