મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં પૈસાની લેતીદેતીના મામલે સામસામી મારામારીમાં ત્રણને ઇજા


SHARE











મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં પૈસાની લેતીદેતીના મામલે સામસામી મારામારીમાં ત્રણને ઇજા

મોરબીના સબજેલ ચોકની સામેના વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પૈસાની લેતીદેતી મામલે થયેલ મારામારીમાં ત્રણને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા જે પૈકી એકને રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સબજેલ ચોક સામે થયેલ મારામારીના બનાવમાં કાનજી મગનભાઇ ઝાલા (૪૦), ઉદય કાનજી ઝાલા (૧૯) અને સામેવાળા ભરત ગોવિંદ પરમાર (૨૫) ને ઇજાઓ પહોંચતા ત્રણેયને સિવિલ હોસ્પિટલે સારવારમાં લઈ જવાયા હતા જે પૈકી ભરતભાઈ પરમારને માથાના ભાગ ઇજા હોય વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ તપાસ હાથ ધરી હતી અને બાદમાં ઉદય કાનજી ઝાલા (૧૯) રહે. સબજેલ ચોક સામે મોરબી વાળાએ સામેવાળા ભરત ગોવિંદ પરમાર, ગોવિંદ મગન પરમાર અને માધવ મગન પરમાર ની સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમની પાસે ભરત પરમારે પૈસાની માગણી કરતા પોતે ભાગવા જતા નીચે પડી ગયો હતો અને જેથી તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને બાદમાં તે તથા તેમના પિતા કાનજીભાઈ સામેવાળાના ઘર પાસેથી શેરીમાંથી નીકળતા ઉપર આધારિત કરી ઝઘડો કર્યો હતો અને ઝપાઝપી કરી ધક્કા મૂકી કરી હતી જે અંગે હાલ ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસના એએસઆઇ જે એ ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા વૃદ્ધનો હાથ કામ દરમિયાન શેરડીના રસના ચિચોડામાં આવી જતા ઇજા પામતા તેઓને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા.મોરબી આયુષ હોસ્પિટલના સૂત્રો દ્વારા મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે, મોરબીના વજેપર વિસ્તારમાં વાડી વિસ્તારમાં રહેતા નરસીભાઈ મગનભાઈ કણજારીયા નામના ૬૮ વર્ષીય વૃદ્ધ મોરબીના લીલાપર ચોકડી પાસે આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે આવેલ રસના ચિચોડામાં કામ કરતા હતા ત્યારે અકસ્માતે તેઓનો હાથ રસના ચિચોડામાં આવી જતા ઈજાઓ થતા તેમને સારવારમાં લાવવામાં આવ્યા છે હાલ બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એન.જે.ખડિયા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News