મોરબી જિલ્લાના આ ગામમાં મુખ્યમંત્રી રૂપાણીએ રાજીનામુ આપતા ફૂટયા ફટાકડા !
મોરબીના ચકચારી “મમુદાઢીની હત્યા” કેસમાં પકડાયેલા ચાર આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર
SHARE
મોરબીના ચકચારી “મમુદાઢીની હત્યા” કેસમાં પકડાયેલા ચાર આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે કાર ઉપર અંધાધુધ ફાયરીંગ કરીને મમુદાઢીની હત્યા કરવામાં આવી હતી આ ગુનામાં ૧૩ શખ્સો સામે મૃતકના દીકરાએ ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરેલ હતી જેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે અંધાધુધ ફાયરીંગ કરીને હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીની હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં મૃતક હનીફભાઇ ઉર્ફે મમુદાઢીના દીકરા મકબુલ મહમદ હનીફ કાસમાણી (૨૫) એ રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફ બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, ઇરફાનભાઇ યારમામદ બ્લોચ, રમીજભાઇ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એઝાજ આમદભાઇ ચાનીયા અને બીજા ચારેક અજાણ્યા શખ્સો આમ કુલ મળીને ૧૩ શખ્સોની સામે તેના પિતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં આરોપી ઇસ્માઇલભાઈ યારમામદ બ્લોચ, ઇમરાનભાઈ યારમામદ બ્લોચ, રિયાઝ રજાક દોસાણી, એઝાઝ આમદ ચાનીયાની ધરપકડ કરી હતી તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના આગામી તા ૧૬ સુધી એટલે કે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી હત્યાના કેસની એક એક કડી જોડવા માટે પોલિસે કવાયત શરૂ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે