મોરબીના પિતાની છત્રછાયા ગુમાવનારા દીકરીને ભાડું લીધા વગર પ્રસંગમાં પહેરવા માટે આપવામાં આવશે ચણિયા ચોલી
SHARE









મોરબીના પિતાની છત્રછાયા ગુમાવનારા દીકરીને ભાડું લીધા વગર પ્રસંગમાં પહેરવા માટે આપવામાં આવશે ચણિયા ચોલી
મોરબીના સનાળા રોડ ઉપર સુપર માર્કેટની બાજુમાં આવેલ પટેલ શોપિંગ સેન્ટરમાં માહી ચોલી સેન્ટર આવેલ છે જેના માલિક દ્વારા આગામી દિવસોમાં આવી રહેલ લગ્નસરાની સિઝનમાં અગાઉ કોરોના કાળમાં પિતાની છત્રછાયા ગુમાવી હોય તે દીકરીના લગ્ન પ્રસંગ માટે કોઇ પણ પ્રકારનું ભાડું લીધા વગર ચણિયાચોળી આપવા માટેની જાહેરાત કરેલ છે
મોરબી શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી વેવ દરમિયાન અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને તેમાં ઘણા સંતોએ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે ત્યારે આગામી દિવસોમાં જ્યારે લગ્નસરાની સિઝન શરૂ થવા જય રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટની બાજુમાં પટેલ શોપિંગ સેન્ટરમાં માહિ ચોલી સેન્ટર નામની દુકાન ધરાવતા કલ્પેશભાઈ વજીભાઇ છાત્રોલા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે “આગામી દિવસોમાં લગ્નસરાની સિઝન આવી રહી છે ત્યારે જે દીકરીઓએ કોરોના કાળ દરમિયાન પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હોય અને તેના લગ્ન પ્રસંગ દરમિયાન ગરબા કે મંડપ મહુર્ત સમય ચણીયા ચોલી પહેરવી હોય તો તે ત્યાંથી લઈ જય શકે છે અને તેનું કોઈ પણ પ્રકારનું ભાડું માહિ ચોલી સેન્ટર દ્વારા લેવામાં આવશે નહીં અને આગામી અખાત્રીજ સુધીમાં જે દીકરીઓના લગ્ન હોય તે લગ્ન પ્રસંગ માટે ચણીયા ચોલી લઈ જઇ શકશે અને અત્યારથી જ ચણિયાચોળી બુકિંગ કરાવી શકાય છે અને તેમના માટે તેમણે પોતાનો મોબાઈલ નંબર ૯૮૭૯૪ ૯૨૬૫૪ પણ આપેલ છે જેના દ્વારા સંપર્ક કરીને પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરી ચણિયાચોળી બુક કારવીને ત્યાથી પ્રસંગ માટે વિનામૂલ્યે લઈ જય શકે છે
