મોરબીના જીવાપર (ચ.) ગામે જુગાર રમતા છ પતાપ્રેમીઓની રોકડા રૂા.૩.૩૦ ના મુદામાલ સાથે ધરપકડ
SHARE









મોરબીના જીવાપર (ચ.) ગામે જુગાર રમતા છ પતાપ્રેમીઓની રોકડા રૂા.૩.૩૦ ના મુદામાલ સાથે ધરપકડ
મોરબી જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ જીલ્લામાં દારૂ-જુગાર ઉપર કડક વોચ રાખવા સુચના કરેલ હોય તેઓના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી.બી.જાડેજાએ એલસીબી સ્ટાફને દારૂ-જુગારની બદી સદંતર બંધ કરવા સૂચના આપેલ હોય ગઇકાલે પીઆઇ જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી તથા સ્ટાફના માણસો વોચ-પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સ્ટાફના શકિતસિંહ ઝાલા તથા સહદેવસિંહ જાડેજાને બાતમી મળી હતી કે દામજીભાઇ નારણભાઇ પટેલ રહે.જીવાપર(ચ.) તેના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગારનો અખાડો ચલાવીને જુગાર રમી-રમાડી જુગાર રમવા સગવડ પુરી પાડી તેની અવેજમાં નાલ ઉઘરાવી જુગારધામ ચલાવે છે તેથી ત્યાં રેઇડ કરતા ઘરધણી દામજીભાઇ નારણભાઇ પટેલ (ઉમર ૭૫) રહે.જીવાપર(ચ.)તા.જી.મોરબી, રમેશભાઇ વશરામભાઇ પટેલ (ઉમર ૧૯) રહે.મોરબી રવાપર રોડ કેનાલ ચોકડી રોયલ સોસાયટી સેટેલાઇટ એપાર્ટમેન્ટ બ્લોક નં.ર૦૨, ભરતભાઇ લવજીભાઇ પટેલ (ઉમર ૨૬) રહે.મોરબી-૨ ઋષભનગર સોસાયટી શેરી નં.૧, જયંતિલાલ દયારામભાઇ પટેલ (ઉમર ૨૫) રહે.મોરબી-૨ હાઉસીંગબોર્ડ પાછળ સુર્યકિર્તીનગર સોસાયટી, ભરતભાઇ લાલજીભાઇ પટેલ (ઉમર ૪૬) રહે.જેતપર(મચ્છુ) મંદિર પાસે તા.જી.મોરબી રાયમલભાઇ રમેશભાઇ કોળી (ઉમર ૩૨) રહે.જીવાપર (ચ.) તા.જી.મોરબી વાળાઓને ગંજીપતા વડે જુગાર રમતા મળી આવતા છએય જુગારી રોકડ રૂપીયા રૂા.૩,૩૦,૦૦૦ સાથે મળી આવતા છએય આરોપીઓને પકડી પાડી તેમની વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪ અને ૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.રેડની કામગીરી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી તથા સ્ટાફના દિલીપભાઇ ચૌધરી, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઇ કુગશીયા અને રણવીરસિંહ જાડેજા વિગેરેએ કરી હતી.
ઝેરી દવા પી લેતા સારવારમાં
જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવતા માવના ગામના રહેવાસી રમણીકભાઈ ખોડુભાઈ ચૌહાણ નામના ૩૪ વર્ષીય યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને અહીંની મંગલમ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે રામદેવપીર મંદિર નજીક રહેતો રાહુલ મુનેશભાઈ પરમાર નામનો એકવીસ વર્ષીય યુવાન કામ સબબ વાંકાનેર ગયો હતો અને વાંકાનેરથી પરત ઘરે જતો હતો ત્યારે મોરબીની પંચાસર ચોકડી પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત રાહુલ પરમારને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયો હતો.
