મોરબીના જીવાપર (ચ.) ગામે જુગાર રમતા છ પતાપ્રેમીઓની રોકડા રૂા.૩.૩૦ ના મુદામાલ સાથે ધરપકડ
મોરબીના લખધીરપુર રોડે કારખાનામાં પત્નીને બીભત્સ ઇશારા કરનારા યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ
SHARE









મોરબીના લખધીરપુર રોડે કારખાનામાં પત્નીને બીભત્સ ઇશારા કરનારા યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કારખાનાની ઓરડીમા રહેતા યુવાને પાડોશમાં રહેતા પરિવારની મહિલા સાથે બીભત્સ ચેડાં કર્યા હતા જેથી કરીને તેનો ખાર રાખીને મહિલાના પતિએ યુવાનના ગાળા ઉપર છરી થી ઘા ઝીકિને તેની હત્યા કરી નાખી હતી જેથી કરીને મૃતક યુવાનના સંબંધીની ફરિયાદ લઈને પોલિસે આરોપીની ધરપકડ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર હોટેલ વૈભવ હોટલ નજીક આવેલ રેડિયન્ટ નામના કારખાનામાં લેબર ક્વાટર્સમાં મજૂર યુવાન જ્ઞાનેન્દ્ર હરવંશ મિશ્રા (૨૭) મૂળ રહે, મધ્યપપ્રદેશ હાલમાં રહે રેડીયન્ટ સિરામિક વાળાના હત્યા કરી હતી આ બનાવમાં મૃતક યુવાનના બનેવીના ભાઈ નીરાજભાઈ જવાહરભાઇ પાંડે (૩૫) રહે, મધ્યપપ્રદેશ હાલમાં રહે રેડીયન્ટ સિરામિક વાળાની ફરિયાદ લીધેલ હતી જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી બારીવાલા કુશલભાઈભાઈ ટૂંડું જાતે સંતેલી (૨૩) રહે, રેડીયન્ટ સિરામિક વાળાની પત્નીને બે દિવસ પહેલા મૃતક યુવાને બીભત્સ ઇશારા કર્યા હતા તેથી આરોપી સાથે ઝઘડો થયો હતો જેનો ખાર રાખીને તેની હત્યા કરી નાખી છે હાલમાં પોલીસે આરોપી બારીવાલા કુશલભાઈભાઈ ટૂંડું જાતે સંતેલી (ઉમર ૨૩) રહે, રેડીયન્ટ સિરામિક વાળાની ધરપકડ કરેલ છે.
ગાંધીચોક પાસે મારામારી
મોરબીના કાલીકાપ્લોટ વિસ્તારમાં શેરી નંબર-૪ માં રહેતા ભુપતભાઈ બાબુભાઈ સોલંકી નામનો ૩૭ વર્ષીય યુવાન ગાંધીચોક પાસે હતો.ત્યારે દુબલીયાભાઈ આદિવાસી નામના ઈસમે તેમને અને તેમની સાથે રહેલા અન્ય એક સાહેદને વગર વાંકે ઝઘડો કરી બાદમાં ઢીકાપાટુનો માર માર્યો હતો.જેથી ભુપતભાઈ સોલંકીને સારવાર માટે લઈ જવાયા હતા.ભુપતભાઈ સોલંકીએ દુબલીયાભાઇ આદિવાસી નામના ઇસમ સામે એ-ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
