મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

રાજ્યમાં દસ્તાવેજ નોંધણી- પાન અને આધાર કાર્ડ લિંકની મુદતમાં વધારો કરવાની રમેશભાઈ રબારીએ કરી માંગ


SHARE











રાજ્યમાં દસ્તાવેજ નોંધણી- પાન અને આધાર કાર્ડ લિંકની મુદતમાં વધારો કરવાની રમેશભાઈ રબારીએ કરી માંગ

આગામી દિવસોમાં જંત્રીના ભાવમાં બમણો વધારો લાગુ થવાનો છે ત્યારે દસ્તાવેજની નોંધણી કરવા માટે લોકોને ટોકન માલ્ટા નથી જેથી કરીને દસ્તાવેજ નોંધણી મુદતમાં વધારો કરવામાં આવે તેમજ પાનકાર્ડ અને આધારકાર્ડ લિંકની ફી લેવાનું બંધ કરવામાં આવે તથા તેની મુદત વધારવામાં આવે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ ગુજરાત અને કેન્દ્ર સરકારને લેખિત રજૂઆત કરેલ છે

ગુજરાત સરકાર તરફથી દસ્તાવેજની જંત્રી વઘારો કરેલ તેને તા ૧૫ એપ્રિલ સુધી વઘારો મોકૂફ રાખવામાં આવેલ  હતો ત્યારે આ સમય દરમ્યાન દસ્તાવેજ નોંધણી કરવામાં અતિ ઘસારો થતા મોરબી સબ રજીસ્ટાર કચેરીમાં તા ૧૫/૪ સુધીના દસ્તાવેજ નોંધણીના તમામ ટોકન બુક થઈ ગયા છે ત્યારે સરકાર ડબલ જંત્રીનો વઘારો રોકવો જોય અને સમય મર્યાદા વઘારવી જોઇએ તેવી મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ  લોકો વતી લેખિત લાગણી અને માંગણી વ્યક્ત કરેલ છે તેમજ કેન્દ્ર સરકાર તરફથી આઘડકાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની મુદતમાં વઘારો કરવો જોઈએ કારણ કે આઘારકાર્ડ અને પાન કાર્ડમાં સ્પેલિંગમાં ભૂલ હોય તે સુધારવા માટે ઓછામાં ઓછો ૩૦ દિવસનો સમય લાગે છે ત્યારે સરકારે મુદતનો વઘારો કરવો જોઈ અને આ બંનેને લિંક કરવા ૧૦૦૦ હજાર રૂપિયા જેવી ફી લેવા માં આવે છે તેને રદ કરવી જોઈએ તેવી રમેશભાઈ રબારીએ માંગ કરી છે.






Latest News