મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી : ટંકારાના નેસડા (સુરજી) ગામે વૃદ્ધનું મોત


SHARE









મોરબી : ટંકારાના નેસડા (સુરજી) ગામે વૃદ્ધનું મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકા પોલીસ મથકની હદમાં આવતા નેસડા (સુરજી) ગામે પાદર વિસ્તારમાં ડાયાભાઈ ભીમાભાઇ પરમાર (ઉમર ૮૦) રહે. મોરબી લાયન્સનગર નામના વૃદ્ધને ચકકર આવ્યા બાદ હાર્ટએટેક આવી જતાં તેઓ ત્યાં નેસડા ગામના પાદરમાં જ ઢળી પડયા હતા જેથી તેમના પુત્ર બાબુભાઈએ ડાયાભાઇને ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જયાં ફરજ પરના તબીબે ડાયાભાઇને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા બનાવ સંદર્ભે ટંકારા પોલીસ મથકના આઇ.ટી.જામ આગળની તપાસ ચલાવી રહ્યા છે.

કુવાડી તેમજ છરી સાથે પકડાયેલાઓ વિરૂધ્ધ કાર્યવાહી

મોરબી તાલુકા પોલીસે અરવિંદભાઇ ઉર્ફે કારીયો ચંદુભાઇ અઘારીયા જાતે દેવીપુજક (ઉ.વ-૧૯) રહે.જેતપર(મચ્છુ) તા.જી.મોરબીને લાકડાના હાથાવાળી ધારદાર કુહાડી રાખી મળી આવતા અટકાયત કરી હતી. તેમજ ધર્મેશભાઈ રમેશભાઈ રામાનુજ જાતેબાવાજી (ઉ.વ.૩૧) રહે.કબીર ટેકરી જમાતખાના સામે મોરબી ધારવાળી કાળા હાથા વાળી છરી સાથે રાખીને મળી આવતા તથા તોસીફભાઈ મહેબુબભાઈ બ્લોચ જાતે મકરાણી (ઉ.વ.૨૫) રહે.મકરાણીવાસ બ્રાહ્મણની ભોજનશાળ પાછળ મોરબી છરી સાથે રાખીને નિકળતા મળી આવતા અને નદીમભાઇ અબ્દુલભાઇ બ્લોચ જાતે મુસ્લીમ મકરાણી (ઉ.વ.૨૩) રહે.મોરબી મકરાણીવાસ બ્રાહ્મણની ભોજનશાળા પાછળ છરી સાથે રાખીને નિકળતા મળી આવેલો હોય તેમજ આરીફભાઇ ઇકબાલભાઇ ફલાણી જાતે સંધી (ઉ.વ.૨૦) રહે.મોરબી કાલીકાપ્લોટ હુશૈનીચોક છરી સાથે રાખીને નિકળતા મળી આવ્યો હતો તથા રાજુભાઇ હિતેશભાઇ નાગહ જાતે રબારી (ઉ.વ.૨૧) રહે.મોરબી રણછોડનગર સતનામ એપાર્ટમેન્ટની સામે "જય વડવાળા" મુળ રહે.શક્તિપરા રેલ્વે સ્ટેશન પાછળ વાંકાનેર છરી સાથે રાખીને નિકળતા મળી આવતા તમામ સાથે હથીયાર ધારાના ભંગ બદલ કલમ ૧૩૫ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.




Latest News