મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

મોરબીમાં સર્વ હિન્દૂ સમાજ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રા-ઓરક્રેસ્ટ્રા સાથે ભજન સંધ્યા યોજાઇ


SHARE





મોરબીમાં સર્વ હિન્દૂ સમાજ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રા-ઓરક્રેસ્ટ્રા સાથે ભજન સંધ્યા યોજાઇ

મોરબીમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવા માટેનું આયોજન સર્વ હિન્દૂ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. અને ત્યારે મોરબીમાં ભગવાન રામની સાત ફૂટની ભવ્ય મૂર્તિ સાથે શોભાયાત્રામાં નીકળી હતી જેમાં હનુમાનજીની પણ  મૂર્તિ રાખવામા આવી હતી અને આ શોભાયાત્રા મહારાણા પ્રતાપ સર્કલથી શરૂ કરવામાં આવી હતી અને તેમાં મોરબી માળીયાના ધારાસભાયા કાંતિભાઈ અમૃતિયા  અને ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો હાજર રહ્યા હતા અને આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ નટરાજ ફાટક, ત્રિકોણ બાગગેસ્ટ હાઉસ રોડપરાબજારનવા ડેલા રોડસાવસર પ્લોટરામચોકનવા બસ સ્ટેન્ડબાપા સીતારામ ચોકરવાપર રોડએચડીએફસી બેન્કની ચોકડીગાંધીચોક થઈને નહેરુ ગેઇટ ચોક ખાતે પૂરી કરવામાં આવી હતી આ શોભાયાત્રાનું ઠેરઠેર મોરબ્ના દરેક વિસ્તારમાં જુદાજુદા જ્ઞાતિ, સમાજ અને સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રામાં જોડાયેલા લોકો માટે ઠંડાપીણા, નાસ્તા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી અને મોરબીમાં ભગવાન રામના જન્મોત્સવ નિમિતે જુદાજુદા રામજી મંદિરોમાં મહાઆરતીપૂજા અર્ચના સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને છેલ્લે મોરબીના નહેરુ ગેઇટ ચોકમાં લાઈવ  ઓરક્રેસ્ટ્રાભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સહિતના જુદાજુદા હિન્દુ સંગઠનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News