મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

ટંકારાથી બીમારી સબબ મોરબી લઈ આવવામાં આવેલ યુવાનનું મોત: વાલીને શોધવા કવાયત


SHARE





ટંકારાથી બીમારી સબબ મોરબી લઈ આવવામાં આવેલ યુવાનનું મોત: વાલીને શોધવા કવાયત

ટંકારામાંથી યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવવાની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને મૃતક યુવાનના વાલી વારસને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારામાં રહેતા મહેશભાઈ પ્રેમદાસભાઈ (૩૮) નામના યુવાનને બીમારી સબબ ટંકારામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જો કે, તેના વાલી વારસ ન હોવાથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની વધુ તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે અને મૃતક યુવાનના વાલી વારસની શોધખોળ ચાલી રહ્યો છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નંબર ચાર-પાંચ વચ્ચેથી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈકની આડે કૂતરું ઉતર્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને બાઇક સ્લીપ થઈ જવાના કારણે બાઇકમાં બેઠેલ રુદ્ર હરેશભાઈ પટેલ (૧૬) રહે. ઇસ્કોન પેલેસ રવાપર રોડ કેનાલ પાસે મોરબી વાળાને ઇજા થઈ હતી જેથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News