મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના કલ્યાણ અર્થે હનુમાન જયંતિએ ધૂન યોજાશે


SHARE









મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના કલ્યાણ અર્થે હનુમાન જયંતિએ ધૂન યોજાશે

મોરબીમાં ઝૂલતા પુલ  દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવેલ છે તે દિવંગત આત્માનાં કલ્યાણ અર્થે અને તેમની સદગતિ માટે હનુમાન જયંતિના દિવસે મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં આવેલ વિશ્વેશ્વર બાલાજીના સાનિધ્યમાં ધૂન રાખેલ છે તેમજ મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં આવેલ વિશ્વેશ્વર બાલાજીના સાનિધ્યમાં હનુમાન જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૬ ના રોજ સવારે ૯ કલાકે ધજાનું પૂજન કરીને ચડાવવામાં આવશે ત્યાર બાદ બપોરના ધૂન અને સાંજે ચારથી છ સુંદરકાંડના પાઠનું આયોજન છે અને છ વાગ્યે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સાંજે સાત વાગ્યે રાજાભાઈ વિનોદભાઈ લખતરિયા તરફથી સહયોગ આપીને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને બાદમાં રાત્રે ઝૂલતા પુલ  દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવેલ છે તે દિવંગત આત્માનાં કલ્યાણ અર્થે અને તેમની સદગતિ માટે ધૂન રાખેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના પ્રમુખ એ.કે. ઠોરિયા સહિતની ટિમ જહેમત ઉઠાવી રહી છે




Latest News