મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ડેમી-૨ ડેમ થકી કાલે સૌની યોજના અંતર્ગત ચેકડેમ અને ડેમી-૩ ડેમમાં પાણી ભરાશે


SHARE









મોરબી જિલ્લાના ડેમી-૨ ડેમ થકી કાલે સૌની યોજના અંતર્ગત ચેકડેમ અને ડેમી-૩ ડેમમાં પાણી ભરાશે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં નસીતપર ગામ પાસે આવેલ ડેમી -૨ ડેમમાં સૌની યોજના અંતર્ગત ભરવામાં આવેલ જથ્થામાંથી સિંચાઈ માટે ચેકડેમ અને ડેમી-૩ ડેમ સુધી પાણી આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને ડેમી -૨ ના ૬ દરવાજને બે ફૂટ સુધી ખોલીને ડેમી -૩ સુધી પાણી પહોચડવામાં આસવ્હે જેથી કરીને ડેમી -૨ ના નીચેના વિસ્તારમાં કાલે સવારે ૭:૩૦ પછી ન જવા માટે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે

ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી -૨ સિંચાઈ યોજનાના સેક્શન ઓફિસર દ્વારા ડેમી -૨ ની નીચેના વિસ્તારમાં આવતા નસીતપર, નાના રામપર, મોટા રામપર, ચાચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ, આમરણ, બેલા તેમજ માવનુ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે કેમકે, સૌની યોજનાનું મંજૂર થયેલ પાણી ડેમી -૨ ડેમમાં આવી ગયું છે ત્યારે આ જળ જથ્થામાંથી ડેમી -૩ અને ચેકડેમોમાં સિંચાઇ માટે પાણી ભરવાનુ છે જેથી ડેમી -૨ ની નીચેના ભાગમાં આવેલ ગામોના લોકોને તા. ૪/૪ ના રોજ સવારે સવારે સાડા સાત વાગ્યા પછી નદીના પટમાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે કે, આ ડેમના છ દરવાજા બે ફૂટ સુધી ખોલીને પાણીને ડેમી નદીમાં છોડવામાં આવશે




Latest News