મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

ગજબ ભેજું હો : વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ પેટ્રોલ પંપમાંથી હીરાસર એરપોર્ટમાં કામ ચાલુ હોવાનું કહીને ૧૨.૯૧ લાખનું ડીઝલ બંધ કંપનીના નામે લઇ ગયા !


SHARE









ગજબ ભેજું હો : વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ પેટ્રોલ પંપમાંથી હીરાસર એરપોર્ટમાં કામ ચાલુ હોવાનું કહીને ૧૨.૯૧ લાખનું ડીઝલ બંધ કંપનીના નામે લઇ ગયા !

વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ભારત પેટ્રોલિયમ કંપનીના પેટ્રોલ પંપમાં મેનેજરને વિશ્વાસમાં લઈને બે શખ્સો દ્વારા હીરાસર એરપોર્ટમાં માટી ફીલિંગનું કામ તેઓ કરે છે અને તેમને ડીઝલની જરૂર હોવાનું કહીને ખોટા આધાર પુરાવા રજૂ કરી પેટ્રોલ પંપેથી ૧૪,૦૧૦ લીટર ડીઝલ લઈ ગયેલ છે જેની કિંમત ૧૨,૯૧,૩૦૧ થાય છે અને તે રકમ આ શખ્સો દ્વારા આપવામાં આવી નથી અને જે કંપનીના નામે તે લોકો પેટ્રોલ પંપેથી ડીઝલ લઈ ગયા છે તે કંપની વર્ષો પહેલા બંધ થઈ ગઈ હોવાનું પેટ્રોલ પંપના માલિકને જાણવા મળતા તેને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટના માલવિયા નગર-૨૨ માં રહેતા માનવેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા જાતે દરબાર (૪૬) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનીષ શર્મા અને રાજ ઠાકુર નામના શખ્સોની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેનો વાંકાનેર બાઉન્ડ્રી પાસે ભારત પેટ્રોલિયમ કંપનીનો પેટ્રોલ પંપ આવેલ છે અને ત્યાં ધર્મરાજ શાંતિલાલ ભટ્ટ રહે. ચોટીલા વાળા મેનેજર તરીકે છેલ્લા ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે તેની પાસે મનીષ શર્મા અને રાજ ઠાકુર આવ્યા હતા અને તેઓને દસ દિવસ ઉધારમાં ડીઝલ જોઈએ છે તેવું કહ્યું હતું અને રાઈ બિલ્ડર્સ નામની તેઓની કંપની છે તેવું કહીને તેના ખોટા આધાર પુરાવાઓ રજૂ કર્યા હતા અને પેટ્રોલ પંપના મેનેજરને વિશ્વાસમાં લઈને આ બંને શખ્સો દ્વારા તેને એકાઉન્ટ કોરા ચેક, પેઢીનું પાનકાર્ડ, જીએસટી નંબર, માલિકના આધાર કાર્ડની ઝેરોક્ષ, પેઢીનું લેટરપેડ વિગેરે દસ્તાવેજ આપ્યા હતા જોકે પેટ્રોલ પંપેથી ૧૨,૦૧૦ લીટર ડીઝલ લઈ ગયા બાદ આ બંને શખ્સો દ્વારા પેટ્રોલ પંપના મેનેજરને એકાઉન્ટની ડીટેલ આપો તમારા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી આપુ તેવું કહ્યુ હતુ.

ત્યાર બાદ છેલ્લે વધુ ૨૦૦૦ લીટર ડીઝલ પેટ્રોલ પંપેથી લઈ જવામાં આવ્યું હતું અને તેઓના એકાઉન્ટમાં રૂપિયા જમા થયા ન હતા જેથી કરીને મનીષ શર્મા અને રાજ ઠાકુર ને શોધવા માટે તેઓ હીરાસર એરપોર્ટનું કામ ચાલુ છે ત્યાં ગયા હતા અને ત્યાં પૂછપરછ કરતા આવી કોઈ બિલ્ડરને કોઈપણ જાતનો પેટા કોન્ટ્રાક આપવામાં આવ્યો નથી તેવું જાણવા મળ્યું હતું જેથી કરીને તેઓએ પેટ્રોલ સીસીટીવી ફૂટેજ ના આધારે મહિન્દ્રા કંપનીની જે ગાડીમાં આવીને તે લોકો ડીઝલ લઈ જતા હતા તે મનોજભાઈ નો સંપર્ક કર્યો હતો અને તેમને પૂછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે તેની ગાડીમાં ડીઝલ પેટ્રોલ પંપેથી લઈ ગયા બાદ એરપોર્ટ ઓથોરિટીમાં લોકલ માણસોને જવા દેતા નથી તેવું કહીને રાજ ઠાકુર તેને ત્યાં બહાર ઉભા રાખીને યુટીલીટી લઈને અંદર જતો હતો અને ત્યારબાદ પરત આવીને તેને પાછું તેનું વાહન આપી દેતો હતો તેવું જણાવ્યું હતું જેથી કરીને પેટ્રોલ પંપ ના માલિક સાથે ૧૨,૯૧,૩૦૧ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ હાલમાં પેટ્રોલ પંપ નામ માલિકે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News