મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડ ઉપર ઘર પાસે ચાલતા ચાલતા પડી જવાથી ઈજા પામેલાયુવાનનું મોત


SHARE









મોરબીના રવાપર રોડ ઉપર ઘર પાસે ચાલતા ચાલતા પડી જવાથી ઈજા પામેલાયુવાનનું મોત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ માં રહેતા વ્યક્તિ પોતાના ઘર પાસે ચાલતા ચાલતા જતા હતા ત્યારે અચાનક પડી જવાના કારણે તેઓને માથામાં ઇજા થઈ હતી જેથી કરીને મોરબીમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને રાજકોટ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ છે જેથી કરીને આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ માં રહેતા ઉદયભાઇ સોમાભાઈ મકવાણા તેઓના ઘર પાસે શેરીમાં ચાલતા જતા હતા ત્યારે ચાલતા ચાલતા કોઈ કારણોસર તેઓ પડી ગયા હતા જેથી કરીને તેને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર કારગત નહીં નીવડતા તેનું મોત થયુ હતું જેથી કરીને આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.એ. ઝાલા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.




Latest News