મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં આજે ભગવાન મહાવીરના ૨૬૨૧માં જન્મ કલ્યાણકદિને ભવ્ય શોભાયાત્રા-ધર્મસભા યોજાઇ 


SHARE









મોરબીમાં આજે ભગવાન મહાવીરના ૨૬૨૧માં જન્મ કલ્યાણકદિને ભવ્ય શોભાયાત્રા-ધર્મસભા યોજાઇ 

મોરબીમાં સમસ્ત જૈન સંઘ દ્વારા દીક્ષા દાનેશ્વરી ગુણરત્નસુરીજીના શિષ્ય રશ્મિરત્નસુરીજી તથા મોરબી સંઘમાં બિરાજિત સર્વે સાધુ-સાધ્વીજી, ભગવંતો તથા મહાસતીજીઓની નિશ્રામાં ભગવાન મહાવીરના ૨૬૨૧માં જન્મ કલ્યાણક દિનની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે ભવ્ય શોભાયાત્રા અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું

મોરબીમાં ચાંદીના રથમાં ભગવાન મહાવીર સ્વામીને બિરાજમાન કરીને રથયાત્રા શહેરના રાજમાર્ગો ઉપરથી નીકળી હતી ત્યારે ઘોડા, બગી, બેન્ડ-બાજા પણ ગુંજી ઉઠશે. જેમાં નાના બાળકો સાયકલ ઉપર રથયાત્રાની શોભા વધારશે તો કળશ ધારી બહેનો તથા પરમેષ્ઠિના વર્ણવાળા ડ્રેસમાં વિવિધ સંઘોના મહિલા મંડળો ડાંડીયા-ખંજરી,ચૌદ સ્વપ્ન આદી લઈને વરઘોડાની શોભા વધારી હતી આ શોભાયાત્રા ધર્મનાથ જૈન દેરાસરથી નીકળી બોયઝ હાઈસ્કૂલ સુધી ગઈ હતી અને ત્યાં શોભાયાત્રા પૂરી કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં ઠેર-ઠેર મહાવીર પ્રસાદી દ્વારા મોં મીઠું કરાવવામાં આવ્યું હતુ ત્યાર બાદ જૈનાચાર્ય રશ્મિરત્નસુરીજીની નિશ્રામાં ધર્મસભા યોજાઇ હતી જેમાં ‘એક જનમ્યો રાજ દુલારો’ તથા ‘ભગવાન મહાવીરની વિરલ વાતો’ વિષય ઉપર પ્રવચન આપવામાં આવ્યું હતું તેવું આયોજકોએ જણાવ્યુ છે વધુમાં માહિતી આપતા જણાવ્યુ હતુ કે, દિનાાબેન દિલીપભાઇ સુતરીયા અને તેના પરિવારે વરઘોડો આંબેલની ઓળીનો લાભ લીધો હતો




Latest News