મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ૭ મી એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ અનુસંધાને આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધા યોજાશે


SHARE









મોરબીમાં ૭ મી એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ અનુસંધાને આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધા યોજાશે

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી  દ્વારાં આગામી તા.૭ એપ્રીલ એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ કે જેનો હેતુ દરેક રાષ્ટ્રનાં લોકો તંદુરસ્ત જીવન જીવે અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તેવો છે.આપણાં શરીરની આજુ બાજુ કરોડો બેકટેરીયા ઉપલબ્ધ હોય છે. રોગ પ્રતિકારક શક્તિ આપણાં શરીરને આવા ખતરનાક  બેકટેરીયા સામે રક્ષણ આપે છે.

આપણાં શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ લડાકુ ફાયઈટર જેવી હોય છે.રોગ પ્રતિકારક શક્તિ એટલે આપણાં શરીરમાં ચોક્કસ એન્ટી બોડીઝ અથવા સંવેદનાત્મક સફેદ રક્ત કોશિકાઓની ક્રિયા દ્વારાં ચોક્કસ ચેપ અથવા ઝેરને રોકવા માટે જીવતંત્રની  ક્ષમતા એટલે ઈમ્યુનીટી રોગપ્રતિકારક શક્તિ ઉત્તમ પ્રકારનું આરોગ્યએ રાષ્ટ્રનાં વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે  એટલે જ આવનારાં દિવસોમાં આવનારાં વર્ષોમાં અને સમગ્ર જીવન દરમ્યાન આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે  સંકલ્પ કરીએ.સ્વાસ્થ્ય માટે સંતુલિત આહાર, વ્યાયામ, સમયસર યોગ્ય તપાસ- સારવાર, તનાવમુક્ત જીવન સાથે પુરતી ઊંઘ લેવી જોઈએ.આપણાં આરોગ્ય  સબંધી  પ્રશ્નોત્તરી સ્પર્ધામાં કેટેગરી મુજબ આપેલ પ્રશ્નનાં યોગ્ય જવાબનો વિડીયો બનાવી મોકલી આપવીની સ્પર્ધાનું આયોજન કરેલ છે. કેટેગરી મુજબ આપેલ પ્રશ્નોનાં જવાબનો વિડીયો બનાવીને તા.૭ ના રાત્રીના ૯ વાગ્યા સુધીમાં એલ.એમ.ભટ્ટ (મો.98249 12230) અથવા દિપેનભાઈ  ભટ્ટ (મો.97279 86386) પૈકી કોઇએક નંબર ઉપર મોકલી દેવા યાદીમાં જણાવેલ છે.




Latest News