મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે પોતાના પ્લોટમાં દિવાલ બનાવતા યુવાનને માર મારનારા પિતા-પુત્રની ધરપકડ


SHARE









મોરબીના જેતપર ગામે પોતાના પ્લોટમાં દિવાલ બનાવતા યુવાનને માર મારનારા પિતા-પુત્રની ધરપકડ

મોરબીના જેતપર ગામે પોતાના પ્લોટમાં દિવાલ બનાવતા યુવાનને રોકીને “આ પ્લોટ મારો છે” તેવું કહીને બોલાચાલી કરી હતી અને ગાળો આપીને લાકડીના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા અને મજૂરી કામ કરતા વિક્રમભાઈ સવશીભાઈ માલણીયા જાતે દેવીપૂજક (૨૫)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને જુસબભાઈ નથુભાઈ કૈઇડા અને મહેબુબભાઇ રહે. બંને જેતપર વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, ફરિયાદી પોતાના મકાન આગળ આવેલ પોતાની જમીનના પ્લોટમાં દિવાલ બનાવતો હતો ત્યારે આરોપીએ ત્યાં આવીને “આ પ્લોટ મારો છે” તેવું કહીને બોલાચાલી કરી હતી અને ગાળો આપીને જુસબભાઈ નથુભાઈ કૈઇડાએ લાકડીના ધોકા વડે ફરિયાદી યુવાનને ડાબા પગમાં માર માર્યો હતો અને બંને આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વિક્રમભાઈએ સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી જુસબભાઈ નથુભાઈ કૈઇડા (૬૮) અને મહેબુબભાઇ જુસબભાઈ કૈઇડા (૩૫) રહે. બંને મૂળ જેતપર હાલ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્ક વાળાની ધરપકડ કરેલ છે




Latest News