હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરનાર વધુ બે વ્યાજખોરની ધરપકડ


SHARE

















મોરબીમાં યુવાને ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરનાર વધુ બે વ્યાજખોરની ધરપકડ

મોરબીમાં ઉંચા વ્યાજચક્રમાં યુવાનોને ફસાવીને કિંમતી જમીન-મકાન લખાવી લેવા કે ચેક લખાવી લીધેલ હતા જેથી થોડા સમય પહેલા એક યુવાનને વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને માર મારવામાં આવ્યો હોવાની તેને ૧૧ સામે ફરીયાદ નોંધાવી હતી જે ગુનામાં બાકીના બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવેલ છે

થોડા દિવસો પહેલા ભાર્ગવભાઇ પ્રાણભાઇ રોજીવાડીયાએ તેને ઓફિસે બોલાવીને વ્યાજખોરોએ માર માર્યો હોવાના સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે દ્વારા આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં પોલીસે આ ગુનામાં ૯ આરોપીઓની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં છેલ્લા બે આરોપી કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા હનુભા ઝાલા (૩૪) રહે. મોટા દહીસરા અને સુખદેવસિંહ જયવંતસિંહ ઝાલા (૨૦) રહે. ૧૬૨, રિલિફનગર મોરબી-૨ વાળા આગોતરા જામીન સાથે રજૂ થતાં તેની ધરપકડ કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવાન-યુવતી સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી નજીક આવેલા યોગીનગર વિસ્તારમાં રહેતી ભારતીબેન મગનભાઈ કુરિયા નામની અઢાર વર્ષીય યુવતીને પાડાપુલ ઉપરથી જતી હતી ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેણીને હડફેટે લેતા ઇજાગ્રસ્ત ભારતીબેનને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલે ખસેડાઇ હતી બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના પ્રેમજીનગર ગામે રહેતો શ્યામ મોહનભાઇ પરમાર નામનો ૨૦ વર્ષીય યુવાન મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસેના પાવર હાઉસ પાસેથી જતો હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા તેને પણ અહિંની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો બનાવ અંગે તાલુકા પોલીસ મથકના જે.પી.કણસાગરાએ આગળની તપાસ હાથ ધરી છે.




Latest News