મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે બિનવારસીની જેમ રહેતા યુવાનનું પરિવાર સાથે મિલન કરાવ્યુ


SHARE









મોરબીના લાલપર ગામ પાસે બિનવારસીની જેમ રહેતા યુવાનનું પરિવાર સાથે મિલન કરાવ્યુ

મોરબી તાલુકાનાં લાલપર ગામ પાસે કેનાલ નજીક છેલ્લા આઠેક મહિનાથી એક યુવાન બિનવારસીની જેમ હતો જેની લાલપર ગામના લકીભાઈ વીંધણીનો ફોન કૌશલભાઈ મહેતાને આવ્યો હતો જેથી કરીને કૌશલ એ. મહેતા, રાજુભાઈ દવે, મુસાભાઈ બ્લોચ, વિજયભાઈ સીસોદીયા, લકીભાઈ વિધાણી અને વિજયભાઈ રાઠોડ ત્યાં પહોચ્યા હતા છેલ્લા આઠ મહિનાથી ત્યાં રહેતા નિલેશભાઈને મળીને તેની સાથે વાતચીત કરી હતી અને ત્યાર બાદ તે ઘણા સમયથી ન્હાયા ધોયા વગર હોવાથી પહેલા તેને સાફ કરીને સારા કપડા પહેરાવીને તેની વધુ પૂછપરછ કરી હતી ત્યારે તેનું નામ નિલેશભાઈ મેર હોવાનું સામે આવ્યું હતુ અને તે ચોટીલા પાસે બામણબોર ગામે રહેતો હોવાનું સામે આવતા ત્યાં જઈને નિલેષભાઈનો તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ છે




Latest News