મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે જીઇબીના પાવર હાઉસમાંથી ૨૫ હજારના મોબાઇલની ચોરી


SHARE









મોરબીના લખધીરપુર રોડે જીઇબીના પાવર હાઉસમાંથી ૨૫ હજારના મોબાઇલની ચોરી

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ જીઇબીના પાવર હાઉસની ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીનો ૨૫૦૦૦ ની કિંમતનો મોબાઇલ ફોન કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા કર્મચારી દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એન્ટિક સિરામિક કારખાનાની સામેના ભાગમાં આવેલ જીઇબીના પાવર હાઉસની ઓફિસમાં ફરજ બજાવતા મૂળ ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી ઘટિયાના રહેવાસી અને હાલમાં પાવર હાઉસની ઓફિસમાં રહેતા મનીષભાઈ થોભણભાઈ મોરી જાતે રાજપૂત (૨૫) એ અજાણ્ય શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેનો વન પ્લસ સીઈટુ મોડલનો મોબાઇલ ફોન જેની કિંમત ૨૫૦૦૦ રૂપિયા છે તે ઓફિસમાં ચાર્જ થવા માટે ચાર્જિંગમાં મૂક્યો હતો દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તે મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા કર્મચારી દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News