મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામેથી જેટકોના કર્મચારીનું અજાણ્યા બે શખ્સોએ કર્યું અપહરણ


SHARE







હળવદના ચરાડવા ગામેથી જેટકોના કર્મચારીનું અજાણ્યા બે શખ્સોએ કર્યું અપહરણ

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ચરાડવા ગામે જેટકોની ઓફિસમાં ફરજ બજાવતો હેલ્પર ઘર આવવા માટે ઓફિસેથી નીકળ્યો હતો ત્યાર બાદ તેનું કોઈ અજાણ્યા બે શખ્સો દ્વારા ચાર દિવસ પહેલા અપહરણ કરવામાં આવ્યું છે અને તેને કોઈ જગ્યાએ ગોંધી રાખ્યો છે જોકે, કયા કારણોસર તેનું અપહરણ કરવામાં આવ્યું છે તે બાબતની કોઈ માહિતી સામે આવી નથી પરંતુ હાલમાં ભોગ બનેલ જેટકોના કર્મચારીના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રામધન આશ્રમની સામેના ભાગમાં આવેલ રામેશ્વર હાઈટસમાં રહેતા મેહુલભાઈ મનસુખભાઈ ઈઢાટીયા જાતે બ્રાહ્મણ (૨૭) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના ભાઈ અમિત મનસુખભાઈ ઈઢાટીયા (૩૦)નું અપહરણ થયું હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવી છે કે તેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે અને તે સિરામિક કારખાનામાં નોકરી કરે છે અને તેનો ભાઈ અમિત મનસુખભાઈ ઇટાલીયા ચરાડવા ગામે આવેલ જેટકોની ઓફિસમાં હેલ્પર તરીકે ફરજ બજાવે છે ગત તા. ૪/૪ ના રોજ સવારે ૭:૩૦ વાગ્યે જેટકોની ઓફિસે નોકરી ઉપર જવા માટે અમિત ઘરેથી નીકળ્યો હતો ત્યારબાદ બપોરે ૧:૩૦ વાગ્યા સુધી તે ઘરે આવ્યો ન હતો જેથી તેને ફોન કર્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે, મારે આવતા મોડું થશે તમે જમી લેજો અને ત્યારબાદ તે રાતના ૧૦:૩૦ વાગ્યા સુધી ઘરે નહીં આવતા તેના મોબાઈલ ફોન ઉપર ફોન કરતા તેનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો જેથી કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ચરાડવા જેટકોની ઓફિસના નંબર ઉપર ફોન કર્યો હતો ત્યાર બાદ જુનિયર એન્જિનિયર ઋતિકભાઇ પટેલ કે, જે અમિતભાઈના ઉપરી અધિકારી છે તેમનો ફોન આવ્યો હતો અને તેને કહ્યું હતું કે, બપોરે ત્રણેક વાગ્યે અમિતભાઈ અને હું ઘરે જવા માટે નીકળ્યા હતા ત્યારે અમિતભાઈ ચરાડવા પાસે મોરબી બાજુના વાહનની રાહ જોઈને ઊભો હતો અને તેઓ હળવદ બાજુ જતા રહ્યા હતા જોકે ત્યારબાદ અમિત ઘરે આવેલ નથી જેથી પોલીસમાં અમિત ગુમ થયેલ છે તેવી અરજી આપવામાં આવી હતી અને પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવતી હતી.

જોકે અમિતનો કોઈ જગ્યાએથી પતો લાગ્યો ન હતો દરમિયાન ગઈકાલે તા.૭ ના રોજ અમિતના મોબાઈલ ફોન ઉપરથી તેઓના પિતા મનસુખભાઈના મોબાઈલ ફોન ઉપર ફોન આવ્યો હતો અને ત્યારે ફરિયાદી, તેની બહેન અને પિતાએ વાત કરી હતી ત્યારે અમિતે જણાવ્યું હતું કે, બે અજાણ્યા માણસો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું છે અને કોઈ જગ્યાએ તેને રૂમમાં પૂરી દેવામાં આવેલ છે જોકે, કઈ જગ્યાએ પૂરી રાખેલ છે ? કોના દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું છે ? તે બાબતની કોઈ વાતથી તેની સાથે થઈ શકી ન હતી અને ત્યારબાદ પાછો અમિતનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો જેથી કરીને જેટકોના કર્મચારી અમિતભાઈનું અપહરણ થયું હોવા અંગેની તેના ભાઈ મેહુલભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા બે શખ્સોની સામે ગુનો નોંધી અપહરણ થયેલ યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News