મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં પતિ સાથે ઝઘડો થયા બાદ ગુમ થઈ ગયેલ મહિલાની મળી આવી


SHARE









મોરબીમાં પતિ સાથે ઝઘડો થયા બાદ ગુમ થઈ ગયેલ મહિલાની મળી આવી

હાલ મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા અને મૂળ વઢવાણના રહેવાસી યુવાનના પત્ની ઘરેથી ચાલ્યા ગયા હતા અને એકાદ માસ બાદ પરિણીતાની ભાળ મળતા હાલ પોલીસે આ અંગે રાબેતા મુજબની આગળની તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે ૮૦ ફૂટ રોડ ઉપર આવેલ શ્રીજીનગર વિસ્તારના રહેવાસી અને હાલ મોરબીના વીસીપરાના રોહીદાસપરામાં રહેતા મુકેશ અમરાભાઇ ડાભીના પત્ની મધુબેન (ઉંમર વર્ષ ૩૬) ગત તા.૬-૩ ના રોજ ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ચાલ્યા ગયા હતા અને તે અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી પોલીસ તપાસ ચલાવી રહી હતી દરમિયાનમાં ગત તા.૪-૪ ના રોજ ગુમ થયેલા મધુબેન મુકેશભાઈ અમરાભાઇ ડાભીની ભાળ મળી હતી અને તેઓ ઘરે પરત આવી ગયા હતા અને મધુબેને પહેલા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મુકવામાં આવ્યા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મછકના વી.ડી.મહેતા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેમાં ખુલ્યુ હતું કે પતિ સાથે ઝઘડો થતો હોય તે બાબતનું મનમાં લાગી આવતા પ્રથમ પોતાના માવતરને ત્યાં અને બાદમાં સુરતની કોઈ સંસ્થા ખાતે રહેવા ચાલ્યા ગયા હતા હાલ પોલીસે તેઓનું ઉપર મુજબનું નિવેદન નોંધાવીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ કાવેરી સીરામીક શક્તિનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.આ સામસામી મારામારીમાં ચેતન ભાવસિંગ નકુમ (ઉંમર ૩૦) અને સામેવાળા ચેતન મનસુખભાઇ માંગણીયા (ઉમર ૪૨) ને ઈજા થતા બંનેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લવાયા હતા બાદમાં બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આ મારામારીના બનાવ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

આધેડનું મોત

મૂળ મોટાભેલા ગામના વતની અને હાલ મોરબીના સામાકાંઠે મહાવીર સોસાયટી પાસેની ધર્મસિધ્ધી સોસાયટીમાં રહેતા હિતેશભાઈ નર્મદાશંકરભાઈ વ્યાસ (૪૯) ને તેમના ઘેર છાતીમાં હૃદયરોગનો હુમલો આવી જતા બેભાન હાલતમાં અહિંની સિવિલે લઈ જવાયા હતા જ્યાં ફરજ ઉપરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા અને બનાવની જાણ કરતાં હાલ બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News