મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના માધાપરમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE









મોરબીના માધાપરમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીમાં આવેલ માધાપર શેરી-૧૮ માં શ્રીમદ ભાગવત સપ્તાહનું આગમી ૧૪મી એપ્રિલથી આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કથાનું રસપાન અને પ્રસાદનો લાભ લેવા માટે હડીયલ પરિવાર દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે

મોરબીમાં માધાપર શેરી-૧૮ માં ગોમતીબેન ડાયાલાલ હડિયલ અને તેના પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જે કથાનું શાસ્ત્રી નિખીલભાઈ જોશી દ્વારા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને રસપાન કરાવવામાં આવશે આ કથા તા ૧૪ થી ૨૦ દરમ્યાન યોજાશે અને સવારે ૯ થી ૧૨ તેમજ બપોરે ૩ થી ૬ સુધી લોકોને કથા રસપાનનો લાભ મળશે અને દરરોજ બપોરે ૧૨ કલાકે રામજી મંદિરની પાછળના ભાગમાં આવેલ સતવારા સમાજની વાડીએ મહાપ્રસાદ રાખવામા આવેલ છે વધુમાં માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, તા ૧૪ ના રોજ રામજી મંદિરથી પોથીયાત્રા, તા ૧૫ ના કપીલ ભગવાનનું પ્રાગટય, તા ૧૬ ના સતી ચરિત્ર, નૃસિંહ અવતાર, તા ૧૭ ના ૧૨ કલાકે વામન જન્મ અને ૪ કલાકે રામ જન્મ અને સાંજે ૬ કલાકે કૃષ્ણ જન્મ યોજાશે તા ૧૯ ના સાંજે ૬ કલાકે રૂક્ષ્મણી વિવાહ યોજાશે




Latest News