મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબીના નવલખી હાઇવે ઉપર બાઈક સાથે બાઈક અથડાતા વૃદ્ધ સારવારમાં


SHARE













મોરબીના નવલખી હાઇવે ઉપર બાઈક સાથે બાઈક અથડાતા વૃદ્ધ સારવારમાં

મોરબીના નવલખી હાઇવે ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં જેપુર ગામના પાટીયા નજીક બાઇક સાથે બાઇક અથડાતા ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવારમાં ખસેડાયા હતા.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સેન્ટમેરી ફાટક પાસે આવેલા લાયન્સનગર વિસ્તારમાં સરમરીયા દાદાના મંદિર પાસે રહેતા કરશનભાઈ રાજાભાઈ મકવાણા નામના ૬૧ વર્ષના વૃદ્ધ બાઈક લઈને નવલખી હાઇવે ઉપરથી જતા હતા ત્યારે જેપુર ગામના પાટીયા પાસે તેઓનું બાઇક અન્ય બાઇક સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત થતા કરશનભાઈ મકવાણાને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ સંદર્ભે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના ગાયત્રીનગર વાવડી રોડ ખાતે રહેતા મુળુભા રામભા ગઢવી નામના વ્યક્તિને પણ વાહન અકસ્માતમાં ઇજા થતાં તેઓને શહેરના સામાકાંઠેની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા બનાવ અંગે જાણ થયેલી હોય સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં ખુલ્યુ હતુ કે મૂળભા ગઢવી તેઓનું બાઈક લઈને જતા હતા ત્યારે વાવડી રોડ ઉપર તેઓનું બાઇક સ્લીપ થતા બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેમાં ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં વૃદ્ધાને ઈજા

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર અને ઘુંટુ ગામની વચ્ચે આવેલ રામકો વિલેજ સોસાયટીના ગેઇટ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કચરો નાખવા માટે રસ્તો ઓળંગી રહેલ વૃદ્ધ મહિલાને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા વૃદ્ધાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જાણવા મળતી વિગતો મુજબ રામકો સોસાયટી ઘુંટુ રોડ ખાતે રહેતા જનકબેન પ્રવીણગીરી ગોસાઈ નામના ૫૦ વર્ષીય આધેડ મહિલા સોસાયટીના ગેઇટની સામે કચરો નાંખવા માટે રસ્તો ઓળંગી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા બાઇક ચાલકે તેઓને હડફેટ લેતા ઇજાઓ થવાથી તેમને શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ સંદર્ભે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

પતિએ માર મારતા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા રતનબેન કિશનભાઇ ભાટી નામની ૨૭ વર્ષીય પરિણીતાને તેના ઘેર તેના પતિ દ્વારા માર મારવામાં આવેલો હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસમાં જાણ થતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ અંગે નોંધ કરી તપાસ ચલાવવામાં આવી રહેલ છે.






Latest News