ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી, હળવદ અને માળીયામાં દારૂની ચાર રેડ: ૨૩ બોટલો અને ૧૨૦૦ લિટર આથો કબજે


SHARE













મોરબી, હળવદ અને માળીયામાં દારૂની ચાર રેડ: ૨૩ બોટલો અને ૧૨૦૦ લિટર આથો કબજે

મોરબી, હળવદ અને માળીયામાં દેશી અને વિદેશી દારૂની ચાર રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે દારૂની કુલ ૨૩ બોટલો અને ૧૨૦૦ લિટર આથો કબજે કર્યો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે

મોરબી તાલુકાના ઘુટુ ગામ પાસે આવેલ રામકો સોસાયટીના રહેણાંક મકાનમાં તાલુકા પોલીસની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૧૨ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૪૨૭૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મેરૂભાઈ જેરામભાઈ ચાવડા જાતે દલવાડી (૩૨) રહે. રામકો સોસાયટી ઘુટુ મૂળ રહે રામપરા તાલુકો ધાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતોતે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

પાંચ બોટલ

મોરબી શહેરના વાઘપરા શેરી નંબર ૧૨ માં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે તેના ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની પાંચ બોટલ મળી આવતા પોલીસે ૧૮૭૫ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે આરોપી સાહિલ સીદીકભાઈ ચાનીયા રહે. વાઘપરા શેરી નંબર ૧૨ મોરબી વાળો ઘરે હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

૬ બોટલ દારૂ

હળવદ જીઆઇડીસી પાસે આવેલ રહેણાંક મકાન સામેના ભાગમાં આવેલ વાડામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાથી દારૂની છ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૨૫૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આ દારૂનો જથ્થો ગીતાબેન વિનુભાઈ ઉર્ફે પ્રધાનજીભાઈ સોલંકી જાતે કોળી (૪૨) રહે. જીઆઇડીસી હળવદ વાળીનો હોવાનું સામે આવતા તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

૧૨૦૦ લિટર આથો

માળીયા મીયાણા તાલુકાના ફતેપર ગામની સીમમાં ટીટોડી વાંઢ પાસે માટી ખાણની તલાવડીના કાંઠે બાવળની જાળીમાં એલસીબીની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૨૦૦ લિટર આથો ત્યાંથી મળી આવ્યો હોય પોલીસે ૨૪૦૦ ની કિંમતનો મુદામાલ કબજે કર્યો છે અને આ માલ સુભાન ઉર્ફે વલૂ મહમ્મદભાઈ જામ જાતે મિયાણા રહે. ભીમસર તાલુકો માળીયા વાળાનો હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે માળિયા મીયાણા તાલુકા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News