મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં તલાટી કમ મંત્રીઑ દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવા આવેદનપત્ર પાઠવવામા આવ્યું


SHARE









મોરબીમાં તલાટી કમ મંત્રીઑ દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવા આવેદનપત્ર પાઠવવામા આવ્યું

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળની તા.૭/૯/૨૦૦૧ ના રોજ મળેલ કારોબારી સભામાં થયેલ નિર્ણય મુજબ તલાટી કમ મંત્રી કેડરના સરકારમાં પડતર પ્રશ્નો બાબતે રાજ્ય તલાટી મહામંડળ દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવી હતી છતાં પણ કોઈ સુખદ ઉકેલ ન આવતાં કારોબારીમાં સર્વાનુમતે નક્કી કરીને ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા તા. ૭/૯/ ૨૦૨૧ ના રોજ તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવી વિરોધના તબક્કાવાર કાર્યક્રમ આપવામાં આવેલ હતા છતાં આજ સુધીમાં પ્રશ્નો નહિ ઉકેલાતા આજે મોરબી જિલ્લા તલાટી મંત્રી મહામંડળના પ્રમુખ બી.જે. બોરસાણીયાની આગેવાનીમાં કલેક્ટર, ડીડીઓ,ધારાસભ્યોએ અને સાંસદને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને તેઓના પડતર પ્રશ્નો બાબતે સરકારમાં દ્વારા હકારાત્મક નિરાકરકણ લાવવા ભલામણ થાય તેવી લાગણી અને માંગણી કરેલ છે અને જો પ્રશ્નો ઉકેલાશે નહીં તો આગામી સમયમાં વિરોધના તબક્કાવાર કાર્યક્રમો કરવામાં આવશે તેમાં મોરબી જીલ્લા તમામ તલાટી કમ મંત્રીઑ જોડાવવાના છે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે




Latest News