મોરબીમાં તલાટી કમ મંત્રીઑ દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવા આવેદનપત્ર પાઠવવામા આવ્યું
મોરબી જીલ્લાના દસમાથી બંગાવડી ડેમાં ઓવરફ્લો: મચ્છુ ૧, ડેમી ૧,૨ અને ૩ માં ૬ થી ૧૩ ફૂટ નવા નીરની આવક
SHARE









મોરબી જીલ્લાના દસમાથી બંગાવડી ડેમાં ઓવરફ્લો: મચ્છુ ૧, ડેમી ૧,૨ અને ૩ માં ૬ થી ૧૩ ફૂટ નવા નીરની આવક
મોરબી જિલ્લાની અંદર મેઘરાજા છેલ્લા લગભગ એક અઠવાડિયા જેટલા સમય ધીમીધારે વરસી રહ્યા છે જેના કારણે સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે તેવામાં ડેમના કેચમેટ વિસ્તારમાં અને ડેમના ઉપરના ભાગમાં સારો વરસાદ હોવાથી હાલમાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં વરસાદી પાણીની આવક સ્થાનિક જળાશયોમાં થઈ રહી છે ત્યારે ગઈકાલના દિવસ દરમિયાન વરસાદી પાણીની ખૂબ મોટી આવક સ્થાનિક ડેમમાં હતી જેના કારણે ૨૪ કલાકમાં મચ્છુ ૧, ડેમી ૧,૨ અને ૩ માં ૬ થી ૧૩ ફૂટ નવા નીરની આવક થયેલ છે અને ટંકારા તાલુકાનો બંગાવડી ડેમ ગઇકાલે રાતથી જ ઓવરફ્લો થઈ ગયો છે અને નદી તેમજ નાળા બે કાંઠે વહેતા થઈ ગયા છે
મોરબી જીલ્લામાં ગઇકાલે પડેલા વરસાદ બાદ હાલમાં ડેમોમાં પાણીના આવક ચાલુ છે અને જિલ્લામાં આવેલા ૧૦ ડેમ પૈકીનો બંગાવડી ડેમ કે જેમાં દરવાજા નથી તે ગઇકાલે રાતથી જ ઓવરફલો થઈ ગયો છે મોરબી સિચાઈ વિભાગના અધિકારી પાસેથી મળેલી માહિતી મુજબ મોરબી જિલ્લાના ૧૦ પૈકીનાં સાત ડેમોમાં નવા નીરની આવક થયેલ છે જેમાં છેલ્લી ૨૪ કલાકમાં મચ્છુ -૧ ડેમ માં ૧૦.૭૯ ફૂટ, મચ્છુ -૨ ડેમમાં ૦.૯૨ ફૂટ, ડેમી -૩ ડેમમાં ૧૩.૬૨ ફૂટ, ડેમી -૨ ડેમમાં ૬.૪૦ ફૂટ, ડેમી -૧ ડેમમાં ૬.૩૦ ફૂટ અને બ્રાહ્મણી -૧ ડેમમાં ૦.૬૨ ફુટ નવા નીરની આવક નોંધાઈ છે
વધુમાં માહિતી આપતા અધિકારીએ જણાવ્યુ હતું કે, ડેમાં ઉપર વાસની સાથોસાથ ડેમના કેચમેટ વિસ્તારમાં પણ ખૂબ જ સારો વરસાદ ગઇકાલે નોંધાયો છે જેથી ડેમમાં પાણીની આવક વધી છે જો ડેમના કેચમેટ વિસ્તારમાં પડેલા વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો મચ્છુ -૧ ડેમમાં ૧૨૫ મીમી, મચ્છુ -૨ ડેમમાં ૧૫ મીમી, ડેમી -૩ ડેમમાં ૧૦૫ મીમી, ડેમી -૨ ડેમમાં ૭૨ મીમી, ડેમી -૧ ડેમમાં ૧૨૦ મીમી, અને બ્રાહ્મણી -૧ ડેમમાં ૧૫ મીમી અને બંગાવડી ડેમમાં ૧૧૦ મીમી વરસાદ નોંધાયો છે
