મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મંદિર પાસે જુગાર રમતા છ જુગારી ૧૦,૬૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE













વાંકાનેરમાં મંદિર પાસે જુગાર રમતા છ જુગારી ૧૦,૬૦૦ ની રોકડ સાથે પકડાયા

વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં શંકરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ૬ શખ્સો મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૦૬૦૦ ની રોકડ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ શંકરના મંદિર પાસે લીમડા નીચે જાહેરમાં જુગાર રમી રહ્યા છે તેવી બાતમી વાંકાનેર સિટી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વિશાભાઈ સતાભાઈ માંડાણી (૬૩), જીતેન્દ્રભાઈ ગોબરભાઇ કોબીયા (૫૧) યુનુસભાઈ ઈબ્રાહીમભાઇ મમાણી (૪૩), સતારભાઈ અબ્દુલભાઈ ભાડુલા (૪૯), ગિરધરભાઈ ગોબરભાઈ કોબીયા (૪૮) અને હુસેનભાઇ જુસબભાઈ શેખ (૭૨) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૦૬૦૦ રોકડા કબજે કર્યા હતા અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

ટંકારા તાલુકાના નસીતપર ગામથી રાજપર ગામ તરફ જવાનો રસ્તા ઉપર આવેલ અશોકસિંહની વાડીમાં ઇકો ગાડી ઉભી હતી જ્યાં એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ઇકો ગાડી નંબર જીજે ૧૩ એએચ ૧૨૧૬ ને ચેક કરવામાં આવતા કારમાંથી ૪૫ લિટર દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે એક લાખની કાર અને ૯૦૦ નો દારૂ આમ કુલ મળીને ૧,૦૦,૯૦૦ નો મુદ્દામાલ કબજે કરીને અજરૂદ્દીન અકબરભાઈ જામ જાતે મિયાણા (૨૪) રહે. જોન્સનગર શેરી નં-૧૦ લાતી પ્લોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી અશોકસિંહ ઉર્ફે ઘોરીયો હનુભા ઝાલા રહે. નસીતપર તાલુકો ટંકારા વાળાનું નામ સામે આવતા તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News