માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ મોરબીમાં લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂત શિબિર યોજાઈ સેવા સંકલ્પ સાથે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા માં આશાપુરાના દર્શનાર્થે કરશે પદયાત્રા 14 પડતર માંગણીઓ નહીં સંતોષતા મોરબી જીલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી
Breaking news
Morbi Today

મોરબીમાં કોંગ્રેસ દ્વારા શનિવારે ડો.હેમાંગ વસાવડાના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન


SHARE











મોરબીમાં કોંગ્રેસ દ્વારા શનિવારે ડો.હેમાંગ વસાવડાના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન

રબીના સામાકાંઠે સર્કિટ હાઉસ ખાતે આગામી શનિવારના રોજ ડો.હેમાંગ વસાવડાના અધ્યક્ષ સ્થાને આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોની મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લા, તાલુકા, શહેર એને પ્રદેશના સનિષ્ઠ આગેવાનો, હોદેદારો, વિધાનસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા ચુંટણી લડેલ ઉમેદવારો, દરેક સેલ અને ફ્રન્ટના હોદેદારો તથા કાર્યકરોને યાદીમાં જણાવાયેલ છે કે મોરબી જીલ્લા કોંગ્રેસના પ્રભારી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ ડો.હેમાંગભાઈ વસાવડા આગામી તા.૧૫-૪ ને શનિવારે બપોરે ૨:૩૦ વાગ્યે મોરબીના સામાકાંઠે સર્કીટ હાઉસ ખાતે ઉપસ્થિત રહેશે. તેઓ આગામી ૨૦૨૪ ની લોકસભા ચુંટણી, સ્થાનિક સ્વરાજ, નગરપાલીકા ચુંટણી અંગે માર્ગદર્શન આપશે તેમજ કાઁગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા અને  પ્રદેશકક્ષાએથી નક્કી કરાયેલા કાર્યક્રમોની માહિતી આપશે.તેથી આ અગત્યની મીટીંગમાં મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો, હોદેદારો તથા સર્વ કાર્યકર ભાઇઓ-બહેનોને બહોળી સંખ્યામાં અચૂક હાજરી આપવા ડો.હેમાંગભાઈ વસાવડા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રભારી તથા મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિએ જાહેર આમંત્રણ પાઠવેલ છે.




Latest News