14 પડતર માંગણીઓ નહીં સંતોષતા મોરબી જીલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારામાં ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયાનો લોક દરબાર યોજાયો


SHARE











ટંકારામાં ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયાનો લોક દરબાર યોજાયો

ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાનો ટંકારા તાલુકા પંચાયત ખાતે લોક દરબાર યોજાયો હતો જેમાં સ્થાનિક લોકોના પશ્ર્નો, આગેવાનોની રજૂઆત અને વિકાસ માટે વિચાર કરવામાં આવી હતી અને જે પ્રશ્નો આવ્યા હતા તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, વિધાનસભા સત્ર પુરું થયા બાદ ટંકારા પડધરીના ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયાએ લોકોના પ્રશ્નોને ઉકેલવા માટે અને ગામડાના વિકાસ કામોને વેગ આપવા માટે ટંકારા તાલુકા પંચાયત ખાતે લોકદરબારનું આયોજન કર્યું હતું જેમાં પાણી, રસ્તા, આરોગ્ય, જમીનની ફાળવણી, સૌની યોજના હેઠળ સિંચાઈ માટે પાણી, બસ સ્ટેશન, સુજલામ સુફલામ યોજના સહિતના પ્રશ્નો અને રજૂઆત આવી હતી જેથી આકરીને લગત અધિકારીને ટેલિફોનિક સંપર્ક કરીને યોગ્ય પગલા લેવા ધારાસભ્યએ સુચના આપી હતી. ત્યારે ટંકારાના જુદાજુદા ગામના સરપંચો, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને આ તકે તાલુકા ભાજપના પ્રમુખ કિરીટ અંદરપા, મહામંત્રી રૂપસિંહ ઝાલા, ગણેશભાઈ નમેરા, દિનેશભાઇ વાધરીયા, રશિકભાઈ પટેલ, ભવાનભાઈ ભાગિયા, હરેશભાઈ ધોડાસરા, પ્રભુભાઈ કામરીયા, મુકેશભાઈ લો, જીતુભાઇ ખોખાણી, નિલેશભાઈ પટણી, રાજ દૈત્રોજા સહિતના કાર્યક્રરો હાજર રહ્યા હતા.




Latest News