હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેર સિવિલના અધિક્ષકની ચેમ્બરમાંથી દારૂની બોટલ મળી !, અધિકારી-પટાવાળોની ધરપકડ


SHARE













 

વાંકાનેર સિવિલના અધિક્ષકની ચેમ્બરમાંથી દારૂની બોટલ મળી !, અધિકારી-પટાવાળોની ધરપકડ

વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં દારૂની મેહફીલ ચાલુ હોવાની માહિતી મળી હતી જેના આધારે સ્થાનિક પત્રકારોની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને રેડ કરવામાં આવતા સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને પટાવાળો નશાની હાલતમાં મળી આવ્યા હતા અને સિવિલ અધિક્ષકની ઓફિસમાં રાખવામાં આવેલ કબાટમાંથી દારૂની એક અડધી બોટલ પણ મળી આવી હોય તેને પોલીસે કબજે કરી હતી અને બંને શખ્સોની સામે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરમાં આવેલ ભારત ઓઇલ મીલની પાછળના ભાગમાં વેલનાથપરામાં રહેતા પત્રકાર શાહરૂખ અહેમદભાઈ ચૌહાણ જાતે સિપાહી મુસ્લિમ (૨૫) એ મોરબી જિલ્લાની વાંકાનેર સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. હરપાલસિંહ દાજીભાઈ પરમાર અને પટાવાળા કૈલાશભાઈ ભીખાલાલ રાઠોડ રહે. બંને સરકારી હોસ્પિટલ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે દારૂની મહેફીલ થતી હોવાની માહિતી મળી હતી જેથી સ્થાનિક પોલીસ કર્મચારીઓને સાથે રાખીને સિવિલ હોસ્પિટલ ખાતે રેડ કરી હતી ત્યારે વાંકાનેર સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. હરપાલસિંહ પરમાર અને પટાવાળા કૈલાશભાઈ રાઠોડ નશાની હાલતમાં મળી આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. હરપાલસિંહ પરમારની ઓફિસમાં રાખવામાં આવેલ કબાટમાં ચેક કરવામાં આવતા તેમાંથી ગ્રેવિટી ગ્રીન એપલ ફ્લાવરડ વોડકાની અડધી બોટલ મળી આવી હતી જેને પોલીસે કબજે કરી હતી અને હાલમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને પટાવાળાની સામે ગુનો નોંધી તે બંનેની ધરપકડ કરી વાંકાનેર સિટી પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં જાણવા મળ્યું છે

દેશી દારૂ

મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં પાવળીયારી કેનાલ ઉપર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ૩૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ૬૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ કબ્જે કરી ઇકબાલભાઈ હસનભાઈ શેખ જાતે ફકીર (૩૦) રહે. પાવડીયારી કેનાલ પાસે ઝૂંપડામાં મૂળ રહે. સુખનાથ ચોક મસ્જિદ પાસે જુનાગઢ વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સને દારૂનો જથ્થો ઈકબાલ ગુલમામદ માણેક રહે. વીસીપરા મોરબી વાળો આપી ગયો હોવાનું સામે આવતા તેની સામે પણ ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News