મોરબીમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગ બાળકોનો એસેસમેન્ટ કેમ્પ યોજાયો
મોરબીના રાજપર ગામની સરકારી શાળાની મુલાકાત લેતા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન
SHARE









મોરબીના રાજપર ગામની સરકારી શાળાની મુલાકાત લેતા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન
મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સૌથી અગત્યની સંસ્થા એટલે જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ છે જે મોરબી જિલ્લાના પંચાણું હજાર જેટલા સરકારી શાળામાં અભ્યાસ કરતા અને પચાસ હજાર જેટલા ખાનગી શાળામાં અભ્યાસ કરતા પ્રાથમિક શાળાના બાળકોનું નિયમન કરે છે તેમજ ૩૫૦૦ જેટલા શિક્ષકોનું વ્યવસ્થાપન અને સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રા સતત, અવિરત,કાર્યરત હોય છે તેઓની ચેરમેન તરીકેની નિમણુંક થયા બાદ જુદા જુદા તાલુકાની છત્રીસ જેટલી શાળાઓની મુલાકાત લઈને શાળામાં ચાલતા શિક્ષણકાર્યની શિક્ષકોની હાજરી, શિક્ષકોની કામગીરીની જાત માહિતી મેળવેલ છે સારી બાબતો માટે શિક્ષકોની પીઠ થાબડે છે, સુધારો કરવા જેવી બાબતો માટે ટકોર પણ કરે છે.આજ રોજ પ્રવિણભાઈ સોનગ્રા ચેરમેન અને દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી બંને મહાનુભાવોએ રાજપર તાલુકા શાળાની મુલાકાત લીધી હતી. રાજપર શાળા સ્કૂલ ઓફ એક્સીલન્સ માટે પસંદગી થયેલ હોય ખૂટતી ભૌતિક સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી અને જરૂરી તમામ સહકાર આપવાની ખાત્રી આપી હતી તેમજ રાજપર તાલુકા શાળાના શિક્ષક દિનેશભાઈ ભેંસદડીયાને "રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક"નો એવોર્ડ પ્રાપ્ત થયેલ હોય પ્રવિણભાઈ સોનગ્રાએ રૂબરૂ મુલાકાત લઈ અભિનંદન અને ધન્યવાદ આપ્યા હતા, શાળાના તમામ શિક્ષકો સાથે વાર્તાલાપ કરી બાળકોના હિતમાં સતત નિષ્ઠાપૂર્વક કામ કરવાની શુભેચ્છા આપી હતી.
