મોરબીના રાજપર ગામની સરકારી શાળાની મુલાકાત લેતા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન
વાંકાનેરના જાલીડા પાસે કારખાનાની દીવાલ માથે પડતાં મજૂર યુવાનનું મોત
SHARE









વાંકાનેરના જાલીડા પાસે કારખાનાની દીવાલ માથે પડતાં મજૂર યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં આવેલ કારખાનામાં દિવાલ માથા ઉપર પડવાથી મજુર યુવાન નીચે દટાઈ ગયો હતો જેથી કરીને તેને ઇજાઓ થવાના કારણે તેનું મોત નિપજ્યું હતું.આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આવેલી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે.
બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં એન્ટિક ફાર્મ નામનું કારખાનું આવેલ છે જ્યાં મજૂરીકામ કરતાં મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી વાવ ગામના રહેવાસી નરવતભાઈ સોમાભાઈ બારીયા જાતે આદિવાસી (ઉંમર ૩૫) ના માથા ઉપર દીવાલ પડી હતી જેથી કરીને તેઓેને દિવાલ નીચે દટાઈ જવાથી માથામાં ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત નીપજયું હતું માટે તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
