હળવદમાં જોગડ થયેલ ડબલ મર્ડરના ગુના પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ
SHARE
હળવદમાં જોગડ થયેલ ડબલ મર્ડરના ગુના પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં જોગડ ગામે ઢોર ચરાવાની બાબતે કોળી સમાજના બે જુથ વચ્ચે મારામારી થઈ હતી જેમાં બનાવમાં બંને પક્ષના એક એક વ્યક્તિની હત્યા થઇ હતી જેથી ડબલ મર્ડરની હળવદ પોલીસને બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ગુનામાં પોલીસે હલમ ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકીશોર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરેલ છે
હળવદના જૂની જોગડ ગામે તા 12 ના રોજ સાંજે ઢોર ચરાવવા બાબતે માથાકૂટ થઈ હતી અને તેમાં એક જ જ્ઞાતીના બે જુથ સામસામે આવી ગયા હતા અને મારા મારી થઈ હતી જેમાં બંને પક્ષના એક એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તે બંનેના મોત નિપજ્યાં હતા અને ડબલ મર્ડરની ઘટના બનેલ હતી જે બનાવમાં એક પક્ષેથી જોગડ ગામે આવેલ રામેશ્વરમાં રહેતા ભીમજીભાઇ બચુભાઈ મુલાડીયા જાતે કોળી (૪૦)એ નવઘણભાઈ સીધાભાઈ કોળી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના ભાઈ રઘુભાઈ બચુભાઈ મુલાડીયા જાતે કોળી (૪૫) સાથે આરોપીને રસ્ત ઉપરથી ઢોર હાંકવાં બાબતે બોલાચાલી થઈ હતી અને બાદમાં આરોપીએ તેના ભાઈને માથાના ભાગે અને કાનની નીચેના ભાગમાં લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું
તો સામા પક્ષેથી જૂની જોગડ ગામે રહતા પ્રહલાદભાઈ સીધાભાઇ જિંજવાડીયા (૩૩)એ સુનિલ રણજીત મુલાડીયા, વિશાળ રણજીત મુલાડીયા અને જયદીપ ઉર્ફે રવિ દિનેશ મુલાડીયા તેમજ અન્ય એક એમ કુલ મળીને ચાર સામે ફરિયાદ કરી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, આરોપના કૌટુંબિક રઘુભાઈ સાથે ફરિયાદીના ભાઈ નવઘણને બોલાચાલી થઈ હતી અને બાદમાં મારા મારી થઈ હતી જેમાં રઘુભાઈનું મોત નીપજયું હતું જેનો ખાર રાખીને આરોપીઓએ ધોકા અને પાઇપ વડે નવઘણ ઉપર હુમલો કરીને તેની હત્યા નિપજાવી હતી આમ પોલીસે હત્યાની સામસામી ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા જો કે, એક ફરિયાદમાં આરોપી નવઘણ છે જેની હત્યા કરવામાં આવી છે જો કે, બીજી ફરિયાદ જે ચાર સામે નોંધાઈ હતી તે પૈકીનાં સુનિલ રણજીત મુલાડીયા, વિશાળ રણજીત મુલાડીયા અને જયદીપ ઉર્ફે રવિ દિનેશ મુલાડીયાની હળવદ પોલીસે ધરપકડ કરેલ છે અને એક આરોપી બાળકિશોર હોવાથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે