હળવદમાં જોગડ થયેલ ડબલ મર્ડરના ગુના પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ
હવે મોરબીની સિવિલમાં કાર્ડિયોલોજીસ્ટની સેવાઓ ઉપલબ્ધ
SHARE
હવે મોરબીની સિવિલમાં કાર્ડિયોલોજીસ્ટની સેવાઓ ઉપલબ્ધ
મોરબી શહેરની સિવિલ હોસ્પિટલમાં મંગળવારથી કાર્ડિયોલોજીજીસ્ટની સેવાઓ પણ શરુ કરવામાં આવી છે જેથી કરીને દર્દીઓને સરકારી હોસ્પીટલમાં જ તેનો લાભ મળશે અને તેની સારવાર પણ થઈ શકશે
મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. પ્રદીપ દૂધરેજિયાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, સિવિલ હોસ્પિટલમાં મંગળવાર તા.૧૪ થી કાર્ડિયોલોજીસ્ટ ડો. લોકેશ ખંડેલવાલની માંડ સેવા ઉપલબ્ધ થયેલ છે અને હૃદયરોગ, વાલ્વની બીમારી, હાઈ બીપી, હૃદયના અનિયમિત ધબકારા, વારંવાર છાતીનો દુખાવો સહિતના રોગના દર્દીઓ અને હૃદય તેમજ લોહીની નળીના રોગોને લગતા દર્દોઑને તેમના દ્વારા ફ્રી ઓફ ચાર્જ તપાસવામાં આવશે અને નિદાન કરી આપવામાં આવશે આ કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર દર રવિવાર અને જાહેર રજાના દિવસો સિવાયના દિવસોમાં દરરોજ સવારે ૯ થી ૧૦ વાગ્યા સુધી મોરબી સિવિલ હોસ્પિટલના રૂમ નંબર-૯ ખાતે મળી શકશે